ધારીના તુલસીશ્યામ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 8 લોકો ઇજાગ્રસ્ત



ધારીના તુલસીશ્યામ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 8 લોકો ઇજાગ્રસ્ત



Amreli Accident: અમરેલી જિલ્લાના ધારીમાં આવેલા તુલસીશ્યામ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 8 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, ધારીના તુલસીશ્યામ માર્ગ પર ટાટા 407 અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ખેતરમાં મજૂરી કરતી બે ખેતમજૂર મહિલાઓ પણ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થઈ છે. ત્યારે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 6 જેટલા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઇજાગ્રસ્તોના નામ
1. આલિયાણી હસીનાબેન ઉમરભાઈ
2. ચાહત ઉમેરભાઈ
3. આશાબેન રામજીભાઈ
4. સોનલબેન અલારખભાઈ
5. મુનીબેન ઈકબાલભાઈ
6. દિનેશભાઈ હિંમતભાઈ
7. દેવકું બેન ધખુભાઈ કામલીયા
8. દૂધીબેન જોરુભાઈ




