ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રેન્જ IG એક્શન મોડમાં, દારૂના વેચાણ સામે કડક કાર્યવાહીના આદેશ



Bhavnagar Laththakand Police Action
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રેન્જ IG એક્શન મોડમાં, દારૂના વેચાણ સામે કડક કાર્યવાહીના આદેશ



Bhavnagar Laththakand Police Action
Bhavnagar Laththakand Police Action: ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા છે.

દારૂના વેચાણને લઈને પોલીસ અધિકારીઓને મહત્વની સૂચનાઓ
રેન્જ IGની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દારૂના ગેરકાયદે વેચાણ અને હેરાફેરીને લઈને મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને દેશી અને વિદેશી દારૂનું વેચાણ અટકાવવા તેમજ ગેરકાયદે દારૂના અડ્ડાઓ પર રેડ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે.

SPથી PI કક્ષાના અધિકારીઓ બેઠકમાં હાજર
મહત્વપૂર્ણ બેઠકમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના SP, DySP અને PI કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત SOG અને LCBના PI પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
લઠ્ઠાકાંડ બાદ પોલીસની કાર્યવાહી તેજ
ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા દારૂના ગેરકાયદે નેટવર્ક સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. રેન્જ IGએ જિલ્લાના પોલીસ અધિકારીઓને દારૂના વેચાણ પર કડક નજર રાખવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે. હવે પોલીસ દ્વારા દેશી-વિદેશી દારૂના વેચાણ અને સપ્લાય સામે રેડની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવે તેવી શક્યતા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



