Amreli News: લાઠી સબ-ડિવિઝનમાં રૂપિયા 80.49 લાખથી વધુનો વિદેશી દારૂ નષ્ટ, 31,432 બોટલ પર ફેરવાયું રોલર

Amreli News: અમરેલી જિલ્લાના લાઠી સબ-ડિવિઝન હેઠળ આવતા લાઠી, દામનગર અને બાબરા પોલીસ મથકો દ્વારા વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની કાર્યવાહી હેઠળ નાશ કરવામાં આવ્યો છે.
Kunjan Shukal
Kunjan Shukal
80.49 લાખથી વધુનો વિદેશી દારૂ નષ્ટ80.49 લાખથી વધુનો વિદેશી દારૂ નષ્ટ

80.49 લાખથી વધુનો વિદેશી દારૂ નષ્ટ

Amreli News: અમરેલી જિલ્લાના લાઠી સબ-ડિવિઝન હેઠળ આવતા લાઠી, દામનગર અને બાબરા પોલીસ મથકો દ્વારા વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની કાર્યવાહી હેઠળ નાશ કરવામાં આવ્યો છે. ત્રણેય પોલીસ મથકના કુલ 22 ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂપિયા 80.49 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પડતર જમીનમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી યોજાઈ

આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની કુલ 31,432 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થાનો નાશ કરવા માટે નાશ કરવાની કમિટીની રચના કરવામાં આવી હતી, જેની કાર્યવાહી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)ની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવી હતી. લાઠીના કરકોળિયાથી ડેડી જવાના રસ્તા પર આવેલી પડતર જમીનમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી યોજાઈ હતી. આ દરમિયાન જપ્ત કરાયેલા દારૂની બોટલોને એકત્રિત કરી તેના પર રોલર ફેરવીને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી હતી.

નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા

આ કાર્યવાહી દરમિયાન નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત હાજરીમાં સમગ્ર પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ કરવામાં આવી હતી. લાઠી, દામનગર અને બાબરા પોલીસ દ્વારા અગાઉ વિવિધ સ્થળોએ દરોડા અને તપાસ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જપ્તી સંબંધિત ગુનાઓમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ દારૂના જથ્થાનો નાશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી નશાબંધી કાયદાના અમલ અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસની કામગીરીનો ભાગ છે. લાઠી સબ-ડિવિઝન વિસ્તારમાં દારૂની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Operation Garuda: અમદાવાદ ફાયર વિભાગનું 'ઓપરેશન ગરુડ', આગ સામે લડવા આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની યોજના