Get News Alerts

Never miss breaking news updates.

બાબરાના કરિયાણા નજીક યુવાનની હત્યા, ગાડી રોકી અજાણ્યા શખ્સોએ પતાવી દીધો

અમરેલીઃ જિલ્લામાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. બાબરાના કરિયાણા ગામ નજીક હત્યાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
Admin
AdminUpdated on: 07 May 2026 09:00 PM IST
બાબરાના કરિયાણા નજીક યુવાનની હત્યા, ગાડી રોકી અજાણ્યા શખ્સોએ પતાવી દીધોબાબરાના કરિયાણા નજીક યુવાનની હત્યા, ગાડી રોકી અજાણ્યા શખ્સોએ પતાવી દીધો

અમરેલીઃ જિલ્લામાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. બાબરાના કરિયાણા ગામ નજીક હત્યાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, કરિયાણાથી જીવાપર ગામના રસ્તા પર હત્યાની ઘટના બની છે. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે, ભરત ઉગરેજીયા નામના વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવી છે. મૃતક યુવાન વિંછીયા તાલુકાના ફુલઝર ગામનો હોવાનું સામે આવ્યું છે.

અજાણ્યા લોકોએ યુવાનની કાર રોકીને તેની નિર્મમ હત્યા કરી નાંખી હતી. હાલ મૃતકની બોડી બાબરા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસમાં અમરેલી જિલ્લામાં હત્યાની ચોથી ઘટના ઘટી બની છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.