
Flydubai Case: દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટને હાઇજેક કરીને ક્રેશ કરાવવાના પ્રયાસના કેસમાં તપાસ દરમિયાન મોટો ખુલાસો સામે આવ્યો છે.

Smit Machchhar Flydubai Pilot: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ગંભીર ઘટના દરમિયાન હિંમત અને સૂઝબૂઝ દાખવનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારને વધુ સારવાર માટે સાઉદી અરેબિયાના તાબુકથી અબુધાબી...

Air India Express Flight IX 415: કોચીથી અબુધાબી જઈ રહેલી Air India Expressની ફ્લાઇટમાં આકાશમાં જ ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. 36 હજાર ફૂટની ઊંચાઈએ વિમાનના...

Bilaspur Airport Plane Tyre Burst: છત્તીસગઢના બિલાસપુર સ્થિત બિલાસા દેવી કેવટ એરપોર્ટ (ચક્કરભાઠા) પર શુક્રવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. દિલ્હીથી બિલાસપુર આવી રહેલી અલાયન્સ એરની ફ્લાઇટ 91697ના લેન્ડિંગ...

IndiGo Flight Engine Failure: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટર્બ્યુલન્સની ઘટના બાદ હવે કોલકાતાથી ચેન્નાઈ આવી રહેલી IndiGoની 6E-723 ફ્લાઇટનું લેન્ડિંગ પહેલાં ડાબું એન્જિન ફેલ થવાની ઘટના સામે આવી છે. ફ્લાઇટમાં આશરે 224 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. મળતી માહિતી મુજબ, IndiGoની 6E-723 ફ્લાઇટ કોલકાતાથી ચેન્નાઈ આવી રહી હતી. રાત્રે આશરે સાડા 11 વાગ્યે લેન્ડિંગ પહેલાં વિમાનમાં અચાનક ખામી સર્જાઈ હતી....

Baramati Airport Trainee Aircraft Crash: મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા બારામતી એરપોર્ટ પર રવિવારે એક ટ્રેની એરક્રાફ્ટ સાથે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પાયલટ ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટ રનવે પરથી આગળ નીકળી ગયું હતું. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી. એરક્રાફ્ટને માત્ર સામાન્ય નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેની એરક્રાફ્ટ પાયલટ ટ્રેનિંગ...

નવી દિલ્હી: થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2379 દરમિયાન મંગળવારે ભયંકર ટર્બ્યુલન્સ સર્જાતા વિમાનમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 12 મુસાફરોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જોકે વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો તથા ક્રૂ સભ્યો સલામત હોવાનું એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે. માહિતી મુજબ, દિલ્હી...

નવી દિલ્હી: અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયા AI-171 બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈપણ પ્રકારનો વિલંબ થયો નથી અને તપાસ સંપૂર્ણપણે નિર્ધારિત પ્રક્રિયા મુજબ આગળ વધી રહી છે, તેવી સ્પષ્ટતા કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લેખિત જવાબમાં જણાવ્યું કે મોટા વિમાન અકસ્માતોની તપાસમાં અનેક ટેક્નિકલ અને વૈજ્ઞાનિક પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવી પડતી હોય છે. તેથી અંતિમ તપાસ...

Rajkot Emergency Flight Landing: રાજકોટ એરપોર્ટ પર સોમવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દુબઈથી મુંબઈ જતી એક પેસેન્જર ફ્લાઈટના કાર્ગો વિભાગમાં સ્મોક ડિટેક્ટ થતાં વિમાનનું તાત્કાલિક રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં સ્મોક એલર્ટ મળતા જ પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી. ત્યારબાદ રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂકાયો હતો. એરપોર્ટ પર ફાયર બ્રિગેડ,...

અમદાવાદ: ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે દુર્ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે અને કોઈપણ પ્રકારના ઉતાવળભર્યા તારણો પર પહોંચવાને બદલે સત્ય આધારિત અને વૈજ્ઞાનિક તપાસ પૂર્ણ કરવી સૌથી વધુ જરૂરી છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળે...

સુરત એરપોર્ટ પર માત્ર 15 દિવસમાં બીજી વખત વિમાનના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેસર બીમ મારવાની ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટના કોકપિટ પર ગ્રીન લેસર ફોકસ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.

કોલકાતા એરપોર્ટ પર શુક્રવારે સાંજે આંધી-તોફાન દરમિયાન ઇન્ડિગોની એક ફ્લાઇટ પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. અગરતલા જવા તૈયાર થયેલી ફ્લાઇટ ટેકઓફ પહેલાં રનવે નજીક ઉભી હતી ત્યારે અચાનક વીજળી પડતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.

ઉત્તર પ્રદેશના જેવર ખાતે આવેલા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કમર્શિયલ ફ્લાઇટ ઓપરેશનનો ઐતિહાસિક પ્રારંભ થયો છે. એરપોર્ટના પ્રથમ દિવસે ઇન્ડિગો એરલાઇને લખનૌ માટે પોતાની પ્રથમ વ્યાવસાયિક ફ્લાઇટ શરૂ કરી હતી. આ વિશેષ ઉડાનમાં 172 ખેડૂતો, જેમાં 20 મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે, મુસાફરી કરી હતી. આ ખેડૂતોની જમીન એરપોર્ટ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી હતી.

આસામના જોરહાટ સ્થિત રૌરિયા એરબેસ પર શનિવારે સવારે ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતગ્રસ્ત થયું હતું. દુર્ઘટના બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી અને તે બે ભાગમાં તૂટી ગયું હતું. ઘટનાને પગલે એરબેસ પર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સાંસદ દિનેશ મકવાણા, અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત અનેક અધિકારીઓ અને તબીબી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Air India Plane Tail Strike Bengaluru: બેંગલુરુમાં લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયાના વિમાનની પૂંછડી રનવે સાથે અથડાઈ ગઈ. વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને તે ફરીથી ઉડાન ભરી શકે તે પહેલાં તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે. દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન કોઈ વસ્તુ સાથે અથડાઈ ગઈ. અહેવાલો અનુસાર, વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાઈ ગયો હતો. વિમાનમાં પાયલોટ અને કેબિન ક્રૂ સહિત 179 લોકો સવાર હતા. જોકે, આ ઘટના દરમિયાન કોઈને ઈજા થઈ નથી અને બધા સંપૂર્ણપણે સુરક્ષિત છે