દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ, 194 મુસાફરો સુરક્ષિત બચાવાયા

Rajkot Emergency Flight Landing: રાજકોટ એરપોર્ટ પર સોમવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દુબઈથી મુંબઈ જતી એક પેસેન્જર ફ્લાઈટના કાર્ગો વિભાગમાં સ્મોક ડિટેક્ટ થતાં વિમાનનું તાત્કાલિક રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં સ્મોક એલર્ટ મળતા જ પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી. ત્યારબાદ રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂકાયો હતો. એરપોર્ટ પર ફાયર બ્રિગેડ,...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Rajkot Emergency Flight Landing: રાજકોટ એરપોર્ટ પર સોમવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દુબઈથી મુંબઈ જતી એક પેસેન્જર ફ્લાઈટના કાર્ગો વિભાગમાં સ્મોક ડિટેક્ટ થતાં વિમાનનું તાત્કાલિક રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

વિમાનમાં સ્મોક એલર્ટ મળતા જ પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી. ત્યારબાદ રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂકાયો હતો. એરપોર્ટ પર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, CISF અને અન્ય સુરક્ષા એજન્સીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ ક્રૂ મેમ્બર સહિત કુલ 194 મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈપણ મુસાફરને ઈજા પહોંચી હોવાના અહેવાલ મળ્યા નથી, જેના કારણે તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાથમિક માહિતી મુજબ કાર્ગો વિભાગમાં સ્મોક ડિટેક્ટ થવાને કારણે સાવચેતીના ભાગરૂપે ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેક્નિકલ ટીમ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાનની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સ્મોક એલર્ટનું ચોક્કસ કારણ સામે આવશે. રાજકોટ એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી અને સમગ્ર કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણો મુજબ ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી.