થાઇલેન્ડ-દિલ્હી એર ઇન્ડિયા ફ્લાઇટમાં ભયાનક ટર્બ્યુલન્સ, વિમાન અચાનક નીચે ઉતરવા લાગ્યું, ઘણા મુસાફરો ઘાયલ થયા

નવી દિલ્હી: થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2379 દરમિયાન મંગળવારે ભયંકર ટર્બ્યુલન્સ સર્જાતા વિમાનમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 12 મુસાફરોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જોકે વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો તથા ક્રૂ સભ્યો સલામત હોવાનું એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે. માહિતી મુજબ, દિલ્હી...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

નવી દિલ્હી: થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2379 દરમિયાન મંગળવારે ભયંકર ટર્બ્યુલન્સ સર્જાતા વિમાનમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 12 મુસાફરોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જોકે વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો તથા ક્રૂ સભ્યો સલામત હોવાનું એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે.

માહિતી મુજબ, દિલ્હી પહોંચતા થોડા સમય પહેલાં જ વિમાન અચાનક જોરદાર હચકારા ખાવા લાગ્યું અને તેની ઊંચાઈમાં પણ અચાનક ફેરફાર થયો. જેના કારણે સીટ બેલ્ટ ન પહેરેલા કેટલાક મુસાફરો હવામાં ઉછળી ગયા અને કેટલાકને માથા, ગરદન તેમજ કાનમાં ઈજાઓ પહોંચી. ઘટના બાદ દિલ્હી એરપોર્ટ પર મેડિકલ ટીમ તાત્કાલિક સજ્જ રાખવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મુસાફરો અને ક્રૂ સભ્યોને એરપોર્ટ પર જ પ્રાથમિક સારવાર અને તબીબી તપાસ માટે લઈ જવાયા હતા.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, 4 ઓગસ્ટે ફુકેટથી દિલ્હી આવતી ફ્લાઇટ AI2379ને ઉડાન દરમિયાન થોડા સમય માટે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. જોકે પાયલોટે કુશળતાપૂર્વક વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યું હતું. એરલાઇને વધુમાં જણાવ્યું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે. અસરગ્રસ્ત તમામ લોકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને ઘટનાની તપાસ માટે સંબંધિત અધિકારીઓ સાથે સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.