Get News Alerts

Never miss breaking news updates.

બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું, પાયલટની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી

Bilaspur Airport Plane Tyre Burst: છત્તીસગઢના બિલાસપુર સ્થિત બિલાસા દેવી કેવટ એરપોર્ટ (ચક્કરભાઠા) પર શુક્રવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. દિલ્હીથી બિલાસપુર આવી રહેલી અલાયન્સ એરની ફ્લાઇટ 91697ના લેન્ડિંગ...
R Gajjar
R GajjarUpdated on: 28 Aug 2026 06:37 PM IST
બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું, પાયલટની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળીબિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું, પાયલટની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી

Bilaspur Airport Plane Tyre Burst

Bilaspur Airport Plane Tyre Burst: છત્તીસગઢના બિલાસપુર સ્થિત બિલાસા દેવી કેવટ એરપોર્ટ (ચક્કરભાઠા) પર શુક્રવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. દિલ્હીથી બિલાસપુર આવી રહેલી અલાયન્સ એરની ફ્લાઇટ 91697ના લેન્ડિંગ દરમિયાન અચાનક વિમાનનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટતાં જોરદાર અવાજ થતાં એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

લેન્ડિંગ સમયે અચાનક ફાટ્યું ટાયર

મળતી માહિતી મુજબ, દિલ્હીથી બિલાસપુર પહોંચેલી અલાયન્સ એરની ફ્લાઇટ રનવે પર લેન્ડ થઈ રહી હતી. આ દરમિયાન અચાનક વિમાનનું ટાયર જોરદાર અવાજ સાથે ફાટી ગયું હતું. ઘટનાને પગલે એરપોર્ટ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

પાયલટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

ટાયર ફાટ્યા બાદ પણ પાયલટે પરિસ્થિતિને કાબૂમાં રાખી હતી. પાયલટની સૂઝબૂઝ અને સમયસરની કાર્યવાહીના કારણે વિમાનનું સંતુલન જળવાઈ રહ્યું હતું અને વિમાનને સુરક્ષિત રીતે રનવેની બાજુમાં રોકી દેવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટનો ફાયર અને રેસ્ક્યૂ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

તમામ મુસાફરો સુરક્ષિત

આ ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. કોઈ મુસાફરને ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. સમયસરની કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી હતી.

બિલાસપુર-પ્રયાગરાજ કનેક્ટિંગ ફ્લાઇટ રદ

વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા બિલાસપુરથી પ્રયાગરાજ જતી કનેક્ટિંગ ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી. ફ્લાઇટ રદ થતાં મુસાફરોને ભારે અગવડનો સામનો કરવો પડ્યો હતો. હાલ એરપોર્ટ ઓથોરિટી અને અલાયન્સ એરની ટેકનિકલ ટીમ દ્વારા વિમાનનું ટાયર ફાટવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]