અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ, ઉતાવળ નહીં કરીએ: કેન્દ્રીય એવિયેશન મંત્રી રામમોહન નાયડુ


AI Generated Images
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ, ઉતાવળ નહીં કરીએ: કેન્દ્રીય એવિયેશન મંત્રી રામમોહન નાયડુ


AI Generated Images
અમદાવાદ: ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે દુર્ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે અને કોઈપણ પ્રકારના ઉતાવળભર્યા તારણો પર પહોંચવાને બદલે સત્ય આધારિત અને વૈજ્ઞાનિક તપાસ પૂર્ણ કરવી સૌથી વધુ જરૂરી છે.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળે તે માટે સંપૂર્ણ અને પારદર્શક તપાસ અનિવાર્ય છે. તેમણે કહ્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AIB)ને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે તપાસ માટે જરૂરી તમામ ટેકનિકલ અને વહીવટી સંસાધનો AIBને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી તપાસ ઝડપથી અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે. કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી કે તપાસનો અંતિમ અહેવાલ વહેલી તકે જાહેર થશે અને તેના આધારે દુર્ઘટનાના વાસ્તવિક કારણો સામે આવશે.




