Get News Alerts

Never miss breaking news updates.

36 હજાર ફૂટની ઊંચાઈએ એન્જિન બંધ કરવું પડ્યું, અબુધાબી જતી Air India Expressની ફ્લાઇટ કોચી પરત ફરી

Air India Express Flight IX 415: કોચીથી અબુધાબી જઈ રહેલી Air India Expressની ફ્લાઇટમાં આકાશમાં જ ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. 36 હજાર ફૂટની ઊંચાઈએ વિમાનના...
R Gajjar
R GajjarUpdated on: 07 Sep 2026 03:30 PM IST
36 હજાર ફૂટની ઊંચાઈએ એન્જિન બંધ કરવું પડ્યું, અબુધાબી જતી Air India Expressની ફ્લાઇટ કોચી પરત ફરી36 હજાર ફૂટની ઊંચાઈએ એન્જિન બંધ કરવું પડ્યું, અબુધાબી જતી Air India Expressની ફ્લાઇટ કોચી પરત ફરી

Air India Express Flight IX 415

Air India Express Flight IX 415: કોચીથી અબુધાબી જઈ રહેલી Air India Expressની ફ્લાઇટમાં આકાશમાં જ ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. 36 હજાર ફૂટની ઊંચાઈએ વિમાનના એક એન્જિનનું ઓઇલ પ્રેશર ઝડપથી ઘટવા લાગ્યું, જેના પગલે પાઇલટોએ એન્જિન બંધ કરી વિમાનને પરત કોચી એરપોર્ટ તરફ વાળ્યું હતું.

36 હજાર ફૂટની ઊંચાઈએ એન્જિનમાં ખામી

આ ઘટના Air India Expressની ફ્લાઇટ IX 415માં બની હતી. બોઈંગ 737 વિમાને કોચીથી અબુધાબી માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના આશરે 50 મિનિટ બાદ વિમાન 36 હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યું ત્યારે પાઇલટ અને કો-પાઇલટે એન્જિન-1માં ઓઇલનું પ્રમાણ ઝડપથી ઘટતું હોવાનું નોંધ્યું હતું. પરિસ્થિતિને ગંભીરતાથી લેતા ક્રૂએ નિર્ધારિત FORDEC પ્રક્રિયા હેઠળ આકલન શરૂ કર્યું હતું. આ દરમિયાન પણ ઓઇલનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ઓઇલ પ્રેશર જોખમી સ્તરે પહોંચી ગયું હતું.

હવામાં જ એન્જિન બંધ કરી વિમાનને પરત વાળ્યું

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાઇલટોએ એન્જિન-1ને હવામાં જ બંધ કરી દીધું હતું. ત્યારબાદ અબુધાબી જવાનું ચાલુ રાખવાને બદલે વિમાનને કોચી તરફ પરત વાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિમાન એક જ એન્જિનના સહારે સુરક્ષિત રીતે કોચી એરપોર્ટ પરત પહોંચ્યું હતું અને તેનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.

ટેકનિકલ ટીમ તપાસમાં લાગી

એન્જિનમાં ઓઇલનું પ્રમાણ અચાનક આટલી ઝડપથી કેમ ઘટવા લાગ્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે. વિમાન સુરક્ષિત રીતે કોચી પરત આવ્યા બાદ ટેકનિકલ ટીમ દ્વારા એન્જિનની તપાસ હાથ ધરવામાં આવી છે. સમયસર પરિસ્થિતિનું આકલન કરીને એન્જિન બંધ કરવાનો અને વિમાનને પરત લાવવાનો પાઇલટ્સનો નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]