મહારાષ્ટ્ર: બારામતી એરપોર્ટ પર ટ્રેની એરક્રાફ્ટ ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Baramati Airport Trainee Aircraft Crash: મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા બારામતી એરપોર્ટ પર રવિવારે એક ટ્રેની એરક્રાફ્ટ સાથે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પાયલટ ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટ રનવે પરથી આગળ નીકળી ગયું હતું. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી. એરક્રાફ્ટને માત્ર સામાન્ય નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેની એરક્રાફ્ટ પાયલટ ટ્રેનિંગ...
Rupin Bakraniya
Rupin Bakraniya
મહારાષ્ટ્ર: બારામતી એરપોર્ટ પર ટ્રેની એરક્રાફ્ટ ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ નહીંમહારાષ્ટ્ર: બારામતી એરપોર્ટ પર ટ્રેની એરક્રાફ્ટ ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Baramati Airport Trainee Aircraft Crash: મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા બારામતી એરપોર્ટ પર રવિવારે એક ટ્રેની એરક્રાફ્ટ સાથે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પાયલટ ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટ રનવે પરથી આગળ નીકળી ગયું હતું. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી. એરક્રાફ્ટને માત્ર સામાન્ય નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેની એરક્રાફ્ટ પાયલટ ટ્રેનિંગ કંપની  કાર્વર એવિએશનનું હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ટ્રેનિંગ દરમિયાન રનવે પરથી બહાર નીકળ્યું એરક્રાફ્ટ
બારામતીના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે આશરે 12 વાગ્યે બારામતી એરફિલ્ડ પર ટ્રેનિંગ અભ્યાસ દરમિયાન આ ઘટના બની હતી. એરક્રાફ્ટ ટ્રેનિંગ માટે સવારે  6:39 વાગ્યે UTC સમયે રવાના થયું હતું. તેમાં કેપ્ટન ચિરાગ શશિકાંત ડોઇફોડે અને કેડેટ અભિજીત જુંદરે સવાર હતા. પ્રાથમિક માહિતી મુજબ એરક્રાફ્ટ શરૂઆતમાં લિંક બ્રાવો મારફતે રનવે પર આવ્યું હતું અને રનવે 29ના થ્રેશોલ્ડ પર લાઇન અપ થયું હતું. જોકે, અહીં ટેક-ઓફ રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એરક્રાફ્ટને રનવે 11ના થ્રેશોલ્ડ પર લાઇન અપ કરવામાં આવ્યું હતું. અહીં પણ વધુ એક વખત ટેક-ઓફ રદ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનિંગ અભ્યાસ દરમિયાન એરક્રાફ્ટને રનવે પર સંપૂર્ણપણે રોકી શકાયું નહોતું અને તે રનવે 29ના થ્રેશોલ્ડથી આગળ નીકળી ગયું હતું. ત્યારબાદ એરક્રાફ્ટ રનવેની બહાર જતું રહ્યું.

કોઈને ઈજા નહીં
અકસ્મતમાં એરક્રાફ્ટમાં સવાર બંને લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. અકસ્મતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સંબંધિત અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. એરક્રાફ્ટને સામાન્ય નુકસાન થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

મે મહિનામાં પણ બારામતીમાં થયો હતો અકસ્માત
આ અગાઉ 13 મેના રોજ પણ બારામતીમાં એક ટ્રેની એરક્રાફ્ટ સાથે અકસ્માત થયો હતો. તે ઘટનામાં પણ કોઈને ગંભીર ઈજા થઈ નહોતી. લેન્ડિંગના થોડા સમય પહેલાં એરક્રાફ્ટનો એક ભાગ વીજળીના થાંભલા સાથે અથડાયો હતો. અહેવાલો અનુસાર એરક્રાફ્ટ ખૂબ જ ઓછી ઊંચાઈએ ઉડી રહ્યું હતું ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ત્યારબાદ ક્રેશ લેન્ડિંગ દરમિયાન જમીન સાથે અથડાય તે પહેલાં તેનો એક ભાગ વીજળીના થાંભલા સાથે અથડાયો હતો.

જાન્યુઆરીમાં અજિત પવારના વિમાનનો પણ થયો હતો અકસ્માત
બારામતી એરપોર્ટની આસપાસનો વિસ્તાર અગાઉ પણ એક મોટા વિમાન અકસ્માતને કારણે ચર્ચામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં મહારાષ્ટ્રના તત્કાલીન ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન અકસ્માતગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત અન્ય ચાર લોકોના મોત થયા હતા. આ ઘટનાને પગલે બારામતી એરપોર્ટની સુરક્ષા અને ઉડ્ડયન વ્યવસ્થાને લઈને પણ ચર્ચા થઈ હતી. હાલના ટ્રેની એરક્રાફ્ટ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી છે. ઘટનાની તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે.