Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી: 260 દિવંગતોને શ્રદ્ધાંજલિ, અનેક સ્થળોએ ભાવુક પ્રાર્થના સભાઓ

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સાંસદ દિનેશ મકવાણા, અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત અનેક અધિકારીઓ અને તબીબી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 Jun 2026 03:53 PM IST
અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી: 260 દિવંગતોને શ્રદ્ધાંજલિ, અનેક સ્થળોએ ભાવુક પ્રાર્થના સભાઓઅમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી: 260 દિવંગતોને શ્રદ્ધાંજલિ, અનેક સ્થળોએ ભાવુક પ્રાર્થના સભાઓ

અમદાવાદ: અમદાવાદમાં એક વર્ષ પહેલાં બનેલી હૃદયદ્રાવક પ્લેન દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે સમગ્ર રાજ્ય અને દેશમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 260 દિવંગતોને યાદ કરીને તેમના પરિવારજનો, સ્વજનો તેમજ વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોની આંખો ભીની થઈ ગઈ હતી.

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સાંસદ દિનેશ મકવાણા, અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત અનેક અધિકારીઓ અને તબીબી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભારત ખાતેના બ્રિટિશ ઉચ્ચાયુક્ત લિન્ડી કેમેરોન પણ હાજર રહ્યા હતા. તેમણે તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે આ દુર્ઘટના માત્ર ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અત્યંત દુઃખદ ઘટના હતી. તેમણે પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને માનવતા અને સહાનુભૂતિના સંદેશ પર ભાર મૂક્યો હતો.

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આકાશ પટણીના પરિવારજનો પણ આ અવસરે ભાવુક બન્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે એક વર્ષ વીતી ગયું હોવા છતાં આજે પણ તેમની યાદો જીવંત છે અને આ ઘા ક્યારેય ન ભૂલાય તેવો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક આગેવાનોએ પણ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિવિધ શહેરોમાં પણ સ્મૃતિસભાઓ યોજાઈ હતી, જેમાં લોકોએ મૃતકોને યાદ કરીને મૌન ધારણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અનેક પરિવારો માટે આજે પણ આ સમય જાણે થંભી ગયો હોય તેવી પીડા યથાવત છે.

કાર્યક્રમના અંતે સૌએ દિવંગતોની આત્મશાંતિ માટે પ્રાર્થના કરીને એક જ સંદેશ આપ્યો કે માનવજીવન અમૂલ્ય છે અને આવી દુર્ઘટનાઓમાંથી પાઠ લઈને વધુ સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.