
Junagadh: જૂનાગઢ મેડિકલ કોલેજનાં 30 વર્ષની રેસિડેન્ટ તબીબ સોનાલીબેન ઓડેદરાનું નિધન થયું છે. NS1 ટેસ્ટ રિએક્ટિવ આવતાં ડેન્ગ્યુની આશંકા વ્યક્ત થઈ છે.

Gujarat Fake Doctors: ગુજરાતમાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Surat: દશેરાના તહેવાર પહેલા જ સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. દશેરાને હજુ ત્રણથી ચાર દિવસ બાકી છે, ત્યારે ફાફડા-જલેબીની ગુણવત્તા ચકાસવા માટે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ.

Gandhinagar Dengue Control: ગાંધીનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા આવેલા BSF, CRPF અને ITBPના જવાનોના આરોગ્યને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. વાહકજન્ય રોગોના નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રી શ્રી...

Surat : સુરતના વેસુ વિસ્તારમાં ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ Blinkit ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ગ્રાહકને ડિલિવરી કરવામાં આવેલી બ્રેડ વાસી નીકળતા મામલો આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો હતો.

Rajkot Civil Hospital Female Doctor Incident: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે બનેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન...

Surat Ragging Case: સુરતમાં સામે આવેલા રેગિંગ કેસ અંગે એન્ટી રેગિંગ કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મેડિકલ કોલેજોમાં રેગિંગના મામલે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ મુજબ અમલમાં રહેલી વ્યવસ્થા પ્રમાણે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રેગિંગ કેસમાં સ્વતંત્ર કમિટી કરશે કાર્યવાહી સુરતની રેગિંગ ઘટનામાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા સમગ્ર મામલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કમિટીમાં પોલીસના પી.આઈ....

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી લોકોની સારવાર કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાલવેરી ફાટક નજીક પોલીસે કાર્યવાહી કરી એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે. આરોપી પાસેથી અલગ-અલગ પ્રકારની એલોપેથીક દવાઓનો જથ્થો પણ મળી આવ્યો હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ અને તેમના વાલીઓએ દવા, ઇન્જેક્શન અને L.R. ફિલ્ટર બેગ ઉપલબ્ધ ન હોવાના મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. વાલીઓના આક્ષેપ મુજબ, સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી જરૂરી દવાઓ અને સારવાર માટેની સામગ્રી ઉપલબ્ધ ન હોવાથી થેલેસેમિયાથી પીડિત આશરે 500 બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Gujarat Dairy Analog Raid 2026: રાજ્યના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચનાથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર રાજ્યમાં બનાવટી ‘ડેરી-એનાલોગ્સ’ (ચીઝ એનાલોગ / પનીર એનાલોગ) સામે સઘન દરોડા અને તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે....

રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે. આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ આયોજન અને મોનસૂન એક્શન પ્લાનના આધારે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યના 34 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં 24x7 આરોગ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, એક સપ્તાહમાં શરદી-ઉધરસના આશરે 800 જેટલા કેસ જ્યારે તાવના 900 જેટલા કેસ નોંધાયા છે. વરસાદી વાતાવરણને પગલે લોકોના આરોગ્યને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.

રાજકોટ: ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મેગા ચેકિંગ અભિયાન હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 121 રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને 55 કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેને સ્થળ પર જ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન સ્ટોરેજ,...

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ફૂડ સેફ્ટીને લઈને સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ અને ખાદ્ય પેઢીઓમાં અચાનક તપાસ કરતાં અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. ફૂડ વિભાગની ટીમે કુલ 66 જેટલી પેઢીઓ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન 218 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી...

રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી 51 ટૂ-વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ તેમજ 9 નવા મોબાઇલ હેલ્થ વાન યુનિટને ફ્લેગ ઓફ કરાવી 14 જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ માટેનું પ્રસ્થાન કરાવ્યું.