Get News Alerts

Never miss breaking news updates.

CM ભૂપેન્દ્ર પટેલનું આદિજાતિ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ કરવાનું મહત્ત્વપૂર્ણ પગલું

રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી 51 ટૂ-વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ તેમજ 9 નવા મોબાઇલ હેલ્થ વાન યુનિટને ફ્લેગ ઓફ કરાવી 14 જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ માટેનું પ્રસ્થાન કરાવ્યું.
R Gajjar
R GajjarUpdated on: 17 Jun 2026 05:05 PM IST
CM ભૂપેન્દ્ર પટેલનું આદિજાતિ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ કરવાનું મહત્ત્વપૂર્ણ પગલુંCM ભૂપેન્દ્ર પટેલનું આદિજાતિ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ કરવાનું મહત્ત્વપૂર્ણ પગલું

ગાંધીનગર: રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી 51 ટૂ-વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ તેમજ 9 નવા મોબાઇલ હેલ્થ વાન યુનિટને ફ્લેગ ઓફ કરાવી 14 જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ માટેનું પ્રસ્થાન કરાવ્યું.

મોબાઇલ હેલ્થ યુનિટ્સ સેવાઓનો મુખ્ય હેતુ દુર્ગમ, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાગરિકોને સમયસર અને સરળતાથી પ્રાથમિક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરાવવાનો; આ મોબાઇલ હેલ્થ યુનિટમાં  ડિજિટલ બી.પી. મશીન, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમીટર, ક્લિનિકલ થર્મોમીટર, હિમોગ્લોબિન મીટર સહિતના આવશ્યક તબીબી સાધનો તેમજ ઉપકરણોની સુવિધા ધરાવતી પ્રિવેન્ટિવ આરોગ્ય સેવાઓને ડિજિટલ ડેટા એન્ટ્રી અને સીએમ ડેશબોર્ડ સાથે સંકલિત કરાઈ છે...

હવે અંતર નહીં બને સારવારમાં અવરોધ
નવી મોબાઇલ હેલ્થ યુનિટ્સ આધુનિક તબીબી સાધનોથી સજ્જ છે અને પ્રાથમિક સારવાર, માતા-બાળ આરોગ્ય સેવાઓ, પરિવાર કલ્યાણ તેમજ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન જેવી સેવાઓ સીધી નાગરિકોના દ્વારે પહોંચાડશે. સરકારના જણાવ્યા મુજબ, આ યુનિટ્સ માત્ર સારવાર પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવા અને સમયસર નિદાન સુનિશ્ચિત કરવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવશે.

GPS આધારિત મોનિટરિંગથી પારદર્શિતા
મોબાઇલ હેલ્થ યુનિટ્સમાં GPS આધારિત મોનિટરિંગ સિસ્ટમ પણ સામેલ કરવામાં આવી છે. જેના કારણે વાહનોની ગતિવિધિઓ અને સેવા પહોંચાડવાની પ્રક્રિયા પર સતત નજર રાખી શકાશે. આથી સેવા વધુ અસરકારક અને પારદર્શક બનશે.

ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોને મળશે સીધો લાભ
આ પહેલથી ખાસ કરીને ગ્રામ્ય, પર્વતીય અને આદિવાસી વિસ્તારોમાં રહેતા પરિવારોને મોટો લાભ મળશે. જ્યાં હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવા માટે લાંબું અંતર કાપવું પડતું હતું, ત્યાં હવે આરોગ્ય સેવા સીધી તેમના સુધી પહોંચશે. રાજ્ય સરકારનું માનવું છે કે આ પહેલ આરોગ્ય ક્ષેત્રમાં સમાનતા લાવવા અને દરેક નાગરિક સુધી ગુણવત્તાયુક્ત સારવાર પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com