Junagadh: જૂનાગઢ મેડિકલ કોલેજના 30 વર્ષની મહિલા તબીબનું દુઃખદ નિધન, જુઓ VIDEO
Junagadh: જૂનાગઢ મેડિકલ કોલેજના 30 વર્ષની મહિલા તબીબનું દુઃખદ નિધન, જુઓ VIDEO
Junagadh: જૂનાગઢ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા 30 વર્ષની રેસિડેન્ટ તબીબ સોનાલીબેન ઓડેદરાના નિધનથી તબીબી જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. એનેસ્થેસિયા વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (PG)નો અભ્યાસ કરતાં સોનાલીબેન છેલ્લા 2-3 દિવસથી તાવથી પીડાતાં હતાં. તેમની તબિયત વધુ લથડતાં સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું નિધન થયું હતું.
ડેન્ગ્યુની આશંકા, મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી
મળતી માહિતી મુજબ, સોનાલીબેનના ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવેલા કાર્ડ ટેસ્ટમાં NS1 રિએક્ટિવ આવ્યો હતો. આથી તેમને ડેન્ગ્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુપ ELISA ટેસ્ટ કરવામાં આવ્યો ન હોવાથી તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આરોગ્ય વિભાગે શરૂ કરી તકેદારી
ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા રેસિડેન્ટ તબીબોના ક્વાર્ટરની આસપાસ ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સિવાય વિસ્તારમાં સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવ્યું છે, જેથી મચ્છરજન્ય રોગચાળાના ફેલાવાને અટકાવવા જરૂરી પગલાં લઈ શકાય.
30 વર્ષની રેસિડેન્ટ તબીબના અચાનક નિધનથી મેડિકલ કોલેજના તબીબો અને વિદ્યાર્થીઓમાં શોકની લાગણી વ્યાપી છે.




