રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક, સુરક્ષા મામલે સરકાર એક્શનમાં!

Rajkot Civil Hospital Female Doctor Incident: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે બનેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન...
Rupin Bakraniya
Rupin Bakraniya
Rajkot Civil Hospital Female Doctor IncidentRajkot Civil Hospital Female Doctor Incident

Rajkot Civil Hospital Female Doctor Incident

Rajkot Civil Hospital Female Doctor Incident: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે બનેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગને તાત્કાલિક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સ્પષ્ટ સૂચના આપી છે.

આરોગ્ય મંત્રીએ પીડિત મહિલા તબીબ સાથે કરી વાતચીત

સમગ્ર ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મંત્રીએ તેમની હિંમત વધારવાની સાથે ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓ અને મહિલા તબીબોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

મહિલા કર્મચારીઓની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની આરોગ્ય સેવાઓમાં કાર્યરત દરેક મહિલા કર્મચારી અને તબીબની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કાર્યસ્થળે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક અથવા અયોગ્ય વર્તનને સરકાર દ્વારા સહન કરવામાં આવશે નહીં. મહિલા તબીબો સમાજને મહત્વપૂર્ણ આરોગ્ય સેવા પૂરી પાડે છે, ત્યારે તેમને સન્માનપૂર્ણ અને સુરક્ષિત કાર્યસ્થળ મળે તે જરૂરી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

સિનિયર તબીબ સામે કાયદેસરની કાર્યવાહી

સરકાર તરફથી જણાવ્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા સિનિયર તબીબ સામે નિયમો અનુસાર જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે તેવો વિશ્વાસ આરોગ્ય મંત્રીએ વ્યક્ત કર્યો છે.

રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ માટે દિશાનિર્દેશ

આરોગ્ય મંત્રીની સૂચનાથી આરોગ્ય વિભાગે રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સુરક્ષિત, સન્માનજનક અને હકારાત્મક કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવા જરૂરી દિશાનિર્દેશો જાહેર કર્યા છે. સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ તથા સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. આવી ગેરવર્તણૂકના કિસ્સામાં દોષિત ઠરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.