Get News Alerts

Never miss breaking news updates.

Surat : વેસુમાં Blinkit ફરી આવ્યું વિવાદમાં, વાસી બ્રેડ આપ્યાની ફરિયાદ

Surat : સુરતના વેસુ વિસ્તારમાં ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ Blinkit ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ગ્રાહકને ડિલિવરી કરવામાં આવેલી બ્રેડ વાસી નીકળતા મામલો આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો હતો.
Kunjan ShuklaUpdated on: 22 Sep 2026 10:44 AM IST
Surat : વેસુમાં Blinkit ફરી આવ્યું વિવાદમાં, વાસી બ્રેડ આપ્યાની ફરિયાદSurat : વેસુમાં Blinkit ફરી આવ્યું વિવાદમાં, વાસી બ્રેડ આપ્યાની ફરિયાદ

Surat

Surat : સુરતના વેસુ વિસ્તારમાં ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ Blinkit ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ગ્રાહકને ડિલિવરી કરવામાં આવેલી બ્રેડ વાસી નીકળતા મામલો આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો હતો. ફરિયાદ મળ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી અને સંબંધિત દુકાનદાર સામે કાર્યવાહી કરી હતી.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ કરી

મળતી માહિતી મુજબ, વેસુ વિસ્તારમાં એક ગ્રાહકે Blinkit મારફતે બ્રેડનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડર મળ્યા બાદ ગ્રાહકે બ્રેડ તપાસતા તે વાસી હોવાનું જણાયું હતું. ત્યારબાદ ગ્રાહકે સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી હતી. ફરિયાદના આધારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. તપાસ દરમિયાન બ્રેડના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેથી તેની ગુણવત્તા અને ખાદ્ય સલામતીના માપદંડોની ચકાસણી કરી શકાય. સાથે જ સ્થળ પર રહેલી આશરે 2 કિલો બ્રેડનો નાશ કરવામાં આવ્યો હતો.

બ્રેડના સેમ્પલના રિપોર્ટ બાદ સમગ્ર મામલે વધુ હકીકતો સામે આવી શકે

આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનું ઉલ્લંઘન બદલ રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બ્રેડના સેમ્પલ વધુ તપાસ માટે લેવામાં આવ્યા છે અને તેના પરિણામોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે. વાસી અથવા બગડેલી ખાદ્ય સામગ્રીના વેચાણ અને ડિલિવરીથી ગ્રાહકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે. તેથી ખાદ્ય પદાર્થોનું વેચાણ અને ઓનલાઈન ડિલિવરી કરતી વખતે તેની ગુણવત્તા, પેકિંગ તેમજ ઉત્પાદન અને એક્સપાયરી તારીખની ચકાસણી કરવી જરૂરી છે.

સુરતના વેસુ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે ફરી એકવાર ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરીમાં ખાદ્ય ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા બ્રેડના સેમ્પલના રિપોર્ટ બાદ સમગ્ર મામલે વધુ હકીકતો સામે આવી શકે છે. આ દરમ્યાન ગ્રાહકોને પણ ડિલિવરી મળ્યા બાદ ખાદ્ય સામગ્રીની તારીખ, પેકિંગ અને ગુણવત્તા ચકાસીને જ તેનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Aravalli : 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીને ઝડપી લીધો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.