
Anant Ambani Airlifts Iqbal to Mumbai: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારમાં રહેતા ઈકબાલ નામના યુવકની કરુણ કહાની સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ હવે તેને સારવારની નવી આશા મળી છે. દુર્લભ અને અતિશય પીડાદાયક તકલીફથી પીડાતા ઈકબાલ માટે છેલ્લા આશરે પાંચ વર્ષથી તળાવનું ઠંડુ પાણી જ રાહતનો એકમાત્ર સહારો બની ગયું હતું. હવે રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર અનંત અંબાણી તેની...

અમેરિકાના ઇડાહો રાજ્યના ટ્વિન ફોલ્સ શહેરમાં આવેલા ઇન-એન-આઉટ રેસ્ટોરન્ટમાં થયેલી અંધાધૂંધ ગોળીબારે ચકચાર મચાવી દીધી છે. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હોસ્પિટલના અનુભવને યાદ કરતા જીવનનું એક કડવું સત્ય ચાહકો સાથે શેર કર્યું છે. સર્જરી, ICU અને ત્યારબાદ ઘરે પરત ફરવાનો સમય કેટલો મુશ્કેલ હોય છે, તે અંગે તેમણે પોતાના બ્લોગમાં ભાવુક વાત લખી છે. તેમના આ વિચારે જીવનના સંઘર્ષ અને હિંમતનો સંદેશ આપ્યો છે.

નવી દિલ્હી: 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' શોમાં દિવ્યાંગોની મજાક ઉડાવવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈના અને અન્ય સંકળાયેલા લોકો સામે કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે સમય રૈનાએ અદાલતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને ખોટા નિવેદનો આપ્યા. સુપ્રીમ કોર્ટે સમય રૈના સહિત વિવાદિત એપિસોડમાં સામેલ અન્ય કોમેડિયન અને ગેસ્ટ્સ પર ₹3-3 લાખનો દંડ ફટકાર્યો છે. સાથે જ...

અરવલ્લી: જિલ્લામાં ચોમાસું ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વરસાદના અભાવે ખેતીના કામ પર અસર પડતાં અનેક ગામોમાં લોકો ભગવાનને રીઝવવા માટે પરંપરાગત માનતાઓ અને ધાર્મિક વિધિઓનો સહારો લઈ રહ્યા છે. અરવલ્લીના ઇસરી ગામમાં વરસાદ માટે અનોખી આસ્થાનું દૃશ્ય જોવા મળ્યું. ગામની 50થી વધુ મહિલાઓ માથે પાણીના બેડા લઈને પગપાળા કંટાળું હનુમાનજી મંદિરે પહોંચી હતી. મંદિરે પહોંચ્યા બાદ મહિલાઓએ ભજન-કીર્તન...

દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ આસ્થા અને ભક્તિનું અનોખું દ્રશ્ય જામનગરમાં જોવા મળ્યું છે. રાજસ્થાનથી દ્વારકા સુધી દંડવત યાત્રા પર નીકળેલા એક શ્રદ્ધાળુ સાયકલને ધક્કો મારી અને દરેક પગલે દંડવત પ્રણામ કરતા આગળ વધી રહ્યા છે. તેમની આ કઠિન યાત્રા હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની રહી છે.

મળતી માહિતી મુજબ, કોર્ટની નોટિસ મળતા કાજલ મહેરિયા અને તેમના પતિ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ બંને ફેમિલી કોર્ટમાં હાજર રહ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેમની વચ્ચે કોઈ પ્રકારનો વૈવાહિક વિવાદ નથી તેમજ તેમણે છૂટાછેડા માટે કોઈ અરજી કરી નથી.

બાગેશ્વર ધામના દિવ્ય દરબાર દરમિયાન કેટલાક લોકો ધૂણતા હોવાના વીડિયો વાયરલ થયા બાદ ઉભા થયેલા વિવાદ વચ્ચે આયોજક મંગેશ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ધુણતા લોકો અને આયોજકો વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

Kainchi Dham Car Accident: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. ઉત્તર પ્રદેશના લખનઉથી કૈંચી ધામ જઈ રહેલા એક પરિવારને રસ્તામાં અકસ્માત થયો. આ અકસ્માતમાં પરિવારના બધા સભ્યો અને ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ અકસ્માત ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં થયો હતો. ભવાલી વિસ્તારમાં તેમની કાર ઊંડી ખાડામાં પડી જતાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકોના મોત થયા હતા.

તેહરથુમ જિલ્લાના આ વિસ્તારમાં “રાતો બાંદર” તરીકે ઓળખાતા રીસસ મકાક વાંદરાઓ ખેડૂતોના મકાઈ, બટાકા, ફળો અને શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ખેડૂતોને આખી રાત ખેતરોમાં દેખરેખ રાખવી પડે છે, જ્યારે કેટલાક બાળકો અભ્યાસ છોડીને પાક બચાવવામાં મદદ કરી રહ્યા છે.

મોબાઇલ ચોરીના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે, પણ આ કિસ્સો થોડો અલગ છે. અહીં ચોરે મોબાઇલ ચોરી કર્યા પછી માલિક સાથે એવી વાતચીત કરી કે લોકો હસતા હસતા લોટપોટ થઈ ગયા છે.

રાજકોટમાં મેરેજ સર્ટિફિકેટ માટે થયેલી ઑનલાઇન અરજીઓની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં 122 બાળલગ્નના કેસ સામે આવ્યા છે. મામલો બહાર આવતા મનપાએ તમામ સર્ટિફિકેટ નામંજૂર કરી વધુ તપાસ શરૂ કરી છે.

PGVCLના એક અધિકારી સાથે સાઇબર ફ્રોડની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

ડ્રાઇવર યુનિયનના જણાવ્યા મુજબ, જો 5મી તારીખ સુધીમાં સરકાર દ્વારા નક્કી કરાયેલ ₹18 પ્રતિ કિલોમીટરનો દર લાગુ નહીં કરવામાં આવે તો રેલી યોજવામાં આવશે. ડ્રાઇવરોનું કહેવું છે કે હવે તેઓ શોષણ સહન નહીં કરે.

પ્રેમ પ્રકરણના કારણે યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમી યુવક ભાવેશ ભીલનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ યુવકને કારમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે તેને છોડાવવા માટે તેની માતા વચ્ચે આવી હતી.

મહીસાગર નદીકાંઠે આવેલા કોટના બીચ પર ન્હાવા માટે ગયેલા જૂથમાં અચાનક કેટલાક લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનામાં જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપુતના મોત થયા છે. આ બનાવ બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.