વડોદરા નજીક કોટના બીચ પર દુર્ઘટના: ન્હાવા ગયેલા 9માંથી 2ના ડૂબી જવાથી મોત, 7ને બચાવાયા



વડોદરા નજીક કોટના બીચ પર દુર્ઘટના: ન્હાવા ગયેલા 9માંથી 2ના ડૂબી જવાથી મોત, 7ને બચાવાયા



વડોદરા: કોટના બીચ પર ન્હાવા ગયેલા 9 લોકોમાંથી 2ના ડૂબી જવાથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જ્યારે 7 લોકોને સ્થાનિકો અને રેસ્ક્યુ ટીમે સુરક્ષિત બચાવી લીધા છે.
માહિતી મુજબ, મહીસાગર નદીકાંઠે આવેલા કોટના બીચ પર ન્હાવા માટે ગયેલા જૂથમાં અચાનક કેટલાક લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનામાં જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપુતના મોત થયા છે.
ઘટનાની જાણ થતા જ નંદેસરી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બંને મૃતદેહોને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ભેગા થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક લોકોને તરતા આવડતું હોવાથી તેમણે અન્ય લોકોને બચાવવામાં પણ મદદ કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.




