નેપાળમાં વાંદરાના આતંકથી પરેશાન નગરપાલિકાનો અનોખો નિર્ણય



ફાઈલ ફોટો
નેપાળમાં વાંદરાના આતંકથી પરેશાન નગરપાલિકાનો અનોખો નિર્ણય



ફાઈલ ફોટો
કાઠમંડુ: નેપાળના પહાડી વિસ્તારોમાં વાંદરાઓના વધતા આતંકને કારણે લાલીગુરાસ નગરપાલિકાએ અનોખો નિર્ણય લીધો છે. નગરપાલિકાએ 15 મેના રોજ જાહેર રજા જાહેર કરી છે જેથી લોકો સામૂહિક રીતે ખેતરો અને વસાહતોમાંથી વાંદરાઓને ભગાડી શકે.
તેહરથુમ જિલ્લાના આ વિસ્તારમાં “રાતો બાંદર” તરીકે ઓળખાતા રીસસ મકાક વાંદરાઓ ખેડૂતોના મકાઈ, બટાકા, ફળો અને શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ખેડૂતોને આખી રાત ખેતરોમાં દેખરેખ રાખવી પડે છે, જ્યારે કેટલાક બાળકો અભ્યાસ છોડીને પાક બચાવવામાં મદદ કરી રહ્યા છે.
નગરપાલિકા દ્વારા 15 અને 16 મે દરમિયાન વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. ખેડૂતો, સ્થાનિક લોકો અને સરકારી કર્મચારીઓને તેમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. વાંદરાઓથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં ગશ્તી દળ અને ખાસ કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે.
મેયર અર્જુન માબુહાંગે જણાવ્યું કે આ સમસ્યાએ ગ્રામિણ ખેડૂતોની જીવનજીવિકા પર ગંભીર અસર કરી છે. તેમણે કેન્દ્ર સરકારને આ મુદ્દાને રાષ્ટ્રીય સમસ્યા માની લાંબા ગાળાનો ઉકેલ લાવવા અપીલ કરી છે.
નગરપાલિકા હવે સમુદાયિક જંગલોમાં ફળદાર વૃક્ષો વાવવાની યોજના બનાવી રહી છે, જેથી વાંદરાઓને જંગલમાં જ ખોરાક મળી રહે અને તેઓ ખેતરો તરફ ઓછા આવે. જોકે, અનેક પ્રયાસો છતાં નેપાળ સરકાર હજુ સુધી વાંદરાના આતંકનો અસરકારક ઉકેલ શોધી શકી નથી.




