Get News Alerts

Never miss breaking news updates.

અમરેલી: પ્રેમ પ્રકરણમાં માતાની હત્યા, 3 મહિલાઓ સહિત 7 આરોપીઓ ઝડપાયા

પ્રેમ પ્રકરણના કારણે યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમી યુવક ભાવેશ ભીલનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ યુવકને કારમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે તેને છોડાવવા માટે તેની માતા વચ્ચે આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 May 2026 01:12 PM IST
અમરેલી: પ્રેમ પ્રકરણમાં માતાની હત્યા, 3 મહિલાઓ સહિત 7 આરોપીઓ ઝડપાયાઅમરેલી: પ્રેમ પ્રકરણમાં માતાની હત્યા, 3 મહિલાઓ સહિત 7 આરોપીઓ ઝડપાયા

અમરેલી:  રાજુલાના નીંગળા ગામમાં પ્રેમ પ્રકરણને લઈ થયેલી હત્યાના કેસમાં પોલીસે 3 મહિલાઓ સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે કુલ 9 લોકો સામે ગુનો નોંધાયો છે.

માહિતી મુજબ, પ્રેમ પ્રકરણના કારણે યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમી યુવક ભાવેશ ભીલનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ યુવકને કારમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે તેને છોડાવવા માટે તેની માતા વચ્ચે આવી હતી.

આ દરમિયાન આરોપીઓએ કાર ચડાવી દેતા ભાવેશ ભીલની માતા, 50 વર્ષીય જીતુબેન ભીલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ પીપાવાવ પોલીસએ કાર્યવાહી હાથ ધરી અને અપહરણ તથા હત્યાનો ગુનો નોંધ્યો હતો. હાલમાં પોલીસે વધુ આરોપીઓની શોધખોળ સાથે તપાસ આગળ ધપાવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.