સુપ્રીમ કોર્ટની સમય રૈના સામે લાલ આંખ, ₹3 લાખનો દંડ ફટકાર્યો; કહ્યું-'અદાલતને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો'

નવી દિલ્હી: 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' શોમાં દિવ્યાંગોની મજાક ઉડાવવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈના અને અન્ય સંકળાયેલા લોકો સામે કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે સમય રૈનાએ અદાલતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને ખોટા નિવેદનો આપ્યા. સુપ્રીમ કોર્ટે સમય રૈના સહિત વિવાદિત એપિસોડમાં સામેલ અન્ય કોમેડિયન અને ગેસ્ટ્સ પર ₹3-3 લાખનો દંડ ફટકાર્યો છે. સાથે જ...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

નવી દિલ્હી: 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' શોમાં દિવ્યાંગોની મજાક ઉડાવવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈના અને અન્ય સંકળાયેલા લોકો સામે કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે સમય રૈનાએ અદાલતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને ખોટા નિવેદનો આપ્યા.

સુપ્રીમ કોર્ટે સમય રૈના સહિત વિવાદિત એપિસોડમાં સામેલ અન્ય કોમેડિયન અને ગેસ્ટ્સ પર ₹3-3 લાખનો દંડ ફટકાર્યો છે. સાથે જ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બે અઠવાડિયામાં દંડની રકમ જમા નહીં કરાય તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે સમય રૈના અને અન્ય કોમેડિયનને સવાલ કર્યો કે આ સમગ્ર વિવાદ બાદ તેમણે પોતાનામાં સુધારો લાવવા માટે શું પગલાં લીધા છે.

ક્યોર એસએમએ ફાઉન્ડેશન તરફથી હાજર રહેલા વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે સમય રૈનાએ અગાઉ દિવ્યાંગો માટે કાર્યક્રમો યોજવાની ખાતરી આપી હતી, પરંતુ કોર્ટના નિર્દેશ બાદ પણ સંસ્થા સાથે કોઈ સંપર્ક કર્યો નહોતો. સાથે જ સંસ્થાએ એવો પણ આક્ષેપ કર્યો કે સમગ્ર મામલે સમય રૈનાએ હજુ સુધી જાહેરમાં માફી માંગી નથી.

વિવાદનું મૂળ કારણ સમય રૈનાના સ્ટેન્ડઅપ શો દરમિયાન કરાયેલી તે ટિપ્પણી છે, જેમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)થી પીડિત એક બાળક અંગે કરાયેલા નિવેદનને લઈને ભારે વિરોધ થયો હતો. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકા થઈ હતી અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કોઈપણ વર્ગની લાગણીઓને ઠેસ પહોંચાડવી કે દિવ્યાંગોની મજાક ઉડાવવી સ્વીકાર્ય નથી.