Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં PGVCL અધિકારી સાથે ₹45 લાખનો સાઇબર ફ્રોડનો શિકાર બન્યા

PGVCLના એક અધિકારી સાથે સાઇબર ફ્રોડની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 May 2026 01:45 PM IST
રાજકોટમાં PGVCL અધિકારી સાથે ₹45 લાખનો સાઇબર ફ્રોડનો શિકાર બન્યારાજકોટમાં PGVCL અધિકારી સાથે ₹45 લાખનો સાઇબર ફ્રોડનો શિકાર બન્યા

રાજકોટ: PGVCLના એક અધિકારી સાથે સાઇબર ફ્રોડની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

માહિતી મુજબ, PGVCLના અધિકારી કિન્તુ માલકાનને તેમના જ વિભાગના અધિકારી કેતન જોશીના નામે મેસેજ મળ્યો હતો, જેમાં આપેલા એકાઉન્ટમાં ₹45 લાખ ટ્રાન્સફર કરવા જણાવાયું હતું. મેસેજ સાચો હોવાનું માનીને તેમણે રકમ ટ્રાન્સફર કરી હતી.

બાદમાં વધુ ₹30 લાખની માંગણી થતા શંકા ઉપજી અને તપાસ કરતા સાઇબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનો ખુલાસો થયો હતો.

ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું હતું. જેમાંથી અંદાજે ₹2.5 લાખ ઉપાડી લેવાયા હતા, જ્યારે બાકીની રકમ સુરક્ષિત રાખવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બેંક એકાઉન્ટ સિલીગુડીનું છે અને મોબાઇલ નંબર બિહારનો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

DCP ક્રાઈમે લોકોને અપીલ કરી છે કે કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા સંપૂર્ણ ખાતરી કરવી જોઈએ અને અજાણ્યા મેસેજ કે કોલ પર વિશ્વાસ ન કરવો।

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.