રિક્ષાચાલકોને અપાતા ભાડામાં રેપિડોએ ઘટાડો કરતા વિરોધ નોંધાયો



રિક્ષાચાલકોને અપાતા ભાડામાં રેપિડોએ ઘટાડો કરતા વિરોધ નોંધાયો



રાજકોટ: Rapido સર્વિસ સાથે જોડાયેલા ડ્રાઇવરો કંપનીની નીતિઓ સામે વિરોધ નોંધાવવા માટે ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
ડ્રાઇવરોનો આક્ષેપ છે કે કંપની દ્વારા અગાઉ પ્રતિ કિલોમીટર ₹15 ભાડું આપવામાં આવતું હતું, જેને ઘટાડીને પહેલા ₹12 અને બાદમાં ₹11 કરવામાં આવ્યું છે. ઉપરાંત પાર્સલ સર્વિસના દરોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું.
ડ્રાઇવર યુનિયનના જણાવ્યા મુજબ, જો 5મી તારીખ સુધીમાં સરકાર દ્વારા નક્કી કરાયેલ ₹18 પ્રતિ કિલોમીટરનો દર લાગુ નહીં કરવામાં આવે તો રેલી યોજવામાં આવશે. ડ્રાઇવરોનું કહેવું છે કે હવે તેઓ શોષણ સહન નહીં કરે.
માહિતી મુજબ, રાજકોટમાં અંદાજે 6,000 રિક્ષાચાલકોમાંથી લગભગ 2,000 ડ્રાઇવરો રેપીડો સાથે જોડાયેલા છે. વર્ષ 2022માં સરકારે 1.2 કિમી માટે ₹20 અને ત્યારબાદ પ્રતિ કિલોમીટર ₹15નો દર નક્કી કર્યો હતો.




