
Bhavnagar News: શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે દેસાઈનગરથી વરતેજ સુધી નવો ઓવરબ્રિજ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

Mehsana : મહેસાણા જિલ્લાના કડી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ભરપૂર વખાણ કર્યા હતા.

Gujarat Revenue Employees Strike: ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે શરૂ કરવામાં આવેલું આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર સાથે યોજાયેલી બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નો અંગે...

Narendra Modi 25 Years Seva Jyoti Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના 25 વર્ષના જાહેર જીવન અને સુશાસનને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે...

Agriculture News : રાજ્યના ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા બે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.

UCC Law : ગુજરાતમાં સમાન નાગરિક ધારા (UCC)ને કાયદાકીય સ્વરૂપ આપવાની ચર્ચા વચ્ચે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Nepal Flood Gujarati Tourists: પડોશી દેશ નેપાળમાં અચાનક સર્જાયેલી ભીષણ પૂરની સ્થિતિ વચ્ચે ત્યાં ફસાયેલા ગુજરાતીઓની સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન...

Rajkot: રાજકોટમાં તિરંગા યાત્રા યોજાઈ, પ્રદેશ કક્ષાના નેતાઓની ગેરહાજરી ચર્ચાનો વિષયસ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે 13 ઓગસ્ટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુમાળી ભવન ખાતેથી શરૂ થયેલી આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ જયુબેલી ચોક ખાતે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટના શહેરીજનો જોડાયા હતા અને દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા સાથે રાષ્ટ્રભાવનાની ઉજવણી કરવામાં આવી હતી.

Gujarat Cabinet: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ બુધવારે મળેલી ગુજરાત કેબિનેટ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓની માહિતી આપી હતી.

Jitu Vaghani Rahul Gandhi Parliament Protest: ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલન અને સંસદની કાર્યવાહી સહિતના મુદ્દાઓને લઈને ભાજપના નેતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ગાંધીનગરમાં નિવેદન આપતા જીતુ વાઘાણીએ આક્ષેપ કર્યો કે છેલ્લા 15 દિવસથી સમગ્ર દેશને બાનમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સંસદનું સત્ર ચાલતું હોવા છતાં ચર્ચાથી દૂર રહેવામાં આવી રહ્યું છે. ‘સંસદ...

Gujarat State Seed Corporation Dividend: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા 2024-25ના વર્ષના ડિવીડન્ડ પેટે રૂ. 6.33 કરોડનો ચેક કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ અર્પણ કર્યો હતો. રાજ્યના ખેડૂતોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રમાણિત બિયારણ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ કાર્યરત કરવામાં આવેલુ છે. નિગમે તેની સ્થાપનાના વર્ષથી અત્યાર...

Gujarat Agriculture Leadership Award 2026: ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. રાજ્યના કૃષિ વિભાગને વર્ષ 2026નો પ્રતિષ્ઠિત 'એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. બાગાયત ક્ષેત્રે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો....

Farmers Compensation for Power Lines: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. એક તરફ વાવેતરની સિઝન દરમિયાન ખેડૂતોને ડીઝલની અછત ન સર્જાય તે માટે પેટ્રોલ પંપ પરથી 200 લીટર સુધી ડીઝલ મેળવવાની છૂટ આપવામાં આવી છે, તો બીજી તરફ ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને વીજ થાંભલાઓ માટે આપવામાં આવતા વળતરમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય...

ગાંધીનગર: ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં સ્વચ્છતા, કૃષિ, શિક્ષણ, રોજગારી અને જળ સંચયને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં થયેલી ચર્ચા અને નિર્ણયો અંગે માહિતી આપી હતી. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની શરૂઆત કરી છે. આ અભિયાનને જનઆંદોલન બનાવવા માટે દર મહિનાના પ્રથમ રવિવારે ભાજપના તમામ...

Gujarat El Nino Preparedness 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે આગામી અલ-નીનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની એકંદર સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠો, નર્મદા, વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તામંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું...

Gujarat Solar Rooftop Initiative: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને સરકારી સંસ્થાઓને ઈંધણ બચાવવા તેમજ ગ્રીન એનર્જીનો ઉપયોગ વધારવા માટે કરેલી અપીલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ઝીલી લીધી છે. વડાપ્રધાનની આ અપીલને હકારાત્મક પ્રતિસાદ આપતાં રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, બોર્ડ્સ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે સોલર રૂફટોપ લગાવવા માટે મહત્વનો આદેશ...