PM મોદીની અપીલ બાદ ગુજરાતમાં મોટી પહેલ, કૃષિ વિભાગની તમામ કચેરીઓમાં લાગશે સોલાર રૂફટોપ



AI Generated Images
PM મોદીની અપીલ બાદ ગુજરાતમાં મોટી પહેલ, કૃષિ વિભાગની તમામ કચેરીઓમાં લાગશે સોલાર રૂફટોપ



AI Generated Images
Gujarat Solar Rooftop Initiative: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને સરકારી સંસ્થાઓને ઈંધણ બચાવવા તેમજ ગ્રીન એનર્જીનો ઉપયોગ વધારવા માટે કરેલી અપીલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ઝીલી લીધી છે. વડાપ્રધાનની આ અપીલને હકારાત્મક પ્રતિસાદ આપતાં રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, બોર્ડ્સ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે સોલર રૂફટોપ લગાવવા માટે મહત્વનો આદેશ આપ્યો છે.
કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે કહ્યું હતું કે, સરકારી કચેરી-સંસ્થાઓમાં સોલર રૂફટોપ લગાવવાથી પરંપરાગત ઈંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઊર્જા જેવા પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના વપરાશને પ્રોત્સાહન મળશે.
મંત્રીની સૂચનાને પગલે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની તમામ ખાતાના વડાની કચેરીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, બોર્ડ્સ, નિગમો તેમજ તમામ જિલ્લા અને તાલુકા મથકોની કચેરીઓ જ્યાં હજુ સુધી સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાનું બાકી છે, ત્યાં આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે. યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરવા માટે તમામ સંબંધિત કચેરીઓ આગામી સાત દિવસમાં પોતાની દરખાસ્ત તૈયાર કરી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ને મોકલી આપશે. કૃષિ વિભાગની આ પહેલથી સરકારી કચેરીઓના વીજ બિલમાં મોટો ઘટાડો થશે અને સાથે જ ગુજરાત ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશભરમાં અગ્રેસર રહેવાના વડાપ્રધાનના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



