ગુજરાત રાજ્ય બીજ નિગમે રાજ્ય સરકારને રૂ. 6.33 કરોડનો ડિવીડન્ડ અર્પણ કર્યો


ગુજરાત રાજ્ય બીજ નિગમે રાજ્ય સરકારને રૂ. 6.33 કરોડનો ડિવીડન્ડ અર્પણ કર્યો


Gujarat State Seed Corporation Dividend: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા 2024-25ના વર્ષના ડિવીડન્ડ પેટે રૂ. 6.33 કરોડનો ચેક કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ અર્પણ કર્યો હતો. રાજ્યના ખેડૂતોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રમાણિત બિયારણ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ કાર્યરત કરવામાં આવેલુ છે.
નિગમે તેની સ્થાપનાના વર્ષથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારને કુલ 42.82 કરોડ રૂપિયાનું ડિવીડન્ડ ચૂકવ્યું છે. ‘ગુરાબિની’ બ્રાન્ડ હેઠળ રાજ્યમાં અને રાજ્ય બહાર પણ ખ્યાતિ પામેલા નિગમના બિયારણોની મોટી માંગ રહે છે. એટલું નહિ, 1070 ક્વિન્ટલ ઉત્પાદન અને 835 ક્વિન્ટલ વિતરણથી શરૂ થયેલી બીજ નિગમની સફળતા 2024-25માં 3 લાખ 34 હજાર 739 ક્વિન્ટલ ઉત્પાદન અને વિતરણ સુધી વિસ્તરી છે.
રાજ્યમાં પ્રમાણિત બીજની જરૂરિયાત સામે ગુજરાત રાજ્ય બીજ નિગમ મસાલા પાકમાં 30 ટકા, ધાન્ય પાકોમાં 19 ટકા, કઠોળ પાકોમાં 14 ટકા અને તેલિબિયા પાકોમાં 10 ટકા બિયારણ ઉત્પાદન અને વિતરણ કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીને 2024-25ના વર્ષના ગુરાબિની ના આ ડિવીડન્ડ ચેક અર્પણ અવસરે મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, કૃષિ-ખેડૂત કલ્યાણ નિગમના અગ્ર સચિવ શ્રી આર.સી. મીના, નિગમના એમ.ડી. શ્રી રાજપૂત અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




