Get News Alerts

Never miss breaking news updates.

Mehsana : કડીના કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ, કહ્યું 'તેમને જે કામ કર્યા, તે ગુજરાત કયારે નહીં ભૂલી શકે'

Mehsana : મહેસાણા જિલ્લાના કડી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ભરપૂર વખાણ કર્યા હતા.
Kunjan ShuklaUpdated on: 11 Oct 2026 04:17 PM IST
Mehsana : કડીના કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ, કહ્યું 'તેમને જે કામ કર્યા, તે ગુજરાત કયારે નહીં ભૂલી શકે'Mehsana : કડીના કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ, કહ્યું 'તેમને જે કામ કર્યા, તે ગુજરાત કયારે નહીં ભૂલી શકે'

Mehsana

Mehsana : મહેસાણા જિલ્લાના કડી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ભરપૂર વખાણ કર્યા હતા. નીતિન પટેલના રાજકીય અનુભવ, કાર્યશૈલી અને ગુજરાત માટેના યોગદાનને યાદ કરતાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, તેઓ નીતિનભાઈ પટેલના શિષ્ય છે અને તેમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે.

ગુજરાતના રોડ રસ્તાઓ જે બન્યા છે તે નીતિનભાઈ પટેલને આભારી છે

જીતુ વાઘાણીએ નીતિનભાઈ પટેલના કાર્યની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, નીતિનભાઈ પટેલે ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી માટે જે કામ કર્યું છે, તેને ગુજરાત ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે રાજ્યના વિકાસમાં નીતિનભાઈ પટેલના યોગદાનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નીતિનભાઈ પટેલનું નામ આવે એટલે તેમની સાથે અનેક ઓળખ જોડાઈ જાય છે. તેમને પૂર્વ નાયબ મુખ્યમંત્રી કહીએ, મંત્રી કહીએ, વેપારી કહીએ કે સામાજિક આગેવાન કહીએ, તેમની વિવિધ ક્ષેત્રોમાં રહેલી ભૂમિકા યાદ આવે છે. તેમના વ્યક્તિત્વ અને કાર્યશૈલીની વિશેષતા જ એવી છે કે દરેક ક્ષેત્રમાં તેમનું યોગદાન જોવા મળે છે.

રાત્રે 9 વાગ્યા સુધી ફાઈલો લઈને ઓફિસમાં બેઠા હોય

વિધાનસભાના કામકાજ દરમિયાન નીતિનભાઈ પટેલની કાર્યનિષ્ઠાનો ઉલ્લેખ કરતાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે નીતિનભાઈ પટેલ એટલી મહેનત કરતા કે રાત્રે આઠથી નવ વાગ્યા સુધી પણ તેઓ પોતાની ઓફિસમાં ફાઈલો લઈને બેઠા રહેતા હતા. તેમની આ કાર્યશૈલી અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. ગુજરાતમાં વિકસેલા રોડ-રસ્તાઓ અંગે પણ જીતુ વાઘાણીએ નીતિનભાઈ પટેલના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં રસ્તાઓના વિકાસમાં નીતિનભાઈ પટેલની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

કડીના કાર્યક્રમમાં જીતુ વાઘાણીના આ નિવેદનથી નીતિનભાઈ પટેલ પ્રત્યેનો તેમનો આદર અને તેમની સાથેના માર્ગદર્શનના સંબંધો સ્પષ્ટપણે સામે આવ્યા હતા. ભાજપ અને ગુજરાત માટે નીતિનભાઈ પટેલે કરેલા કાર્યોને યાદ કરીને તેમણે તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

આ પણ વાંચો : Surat : દિવાળી પર વતન જવા માટે GSRTCની 1600 એક્સ્ટ્રા બસો દોડશે, જરૂર પડશે તો 2500 બસની વ્યવસ્થા કરાશે: DyCM હર્ષ સંઘવી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.