‘કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપવા તૈયાર છે, તો રાહુલ ગાંધીને વાંધો શું?’: જીતુ વાઘાણી

Jitu Vaghani Rahul Gandhi Parliament Protest: ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલન અને સંસદની કાર્યવાહી સહિતના મુદ્દાઓને લઈને ભાજપના નેતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ગાંધીનગરમાં નિવેદન આપતા જીતુ વાઘાણીએ આક્ષેપ કર્યો કે છેલ્લા 15 દિવસથી સમગ્ર દેશને બાનમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સંસદનું સત્ર ચાલતું હોવા છતાં ચર્ચાથી દૂર રહેવામાં આવી રહ્યું છે. ‘સંસદ...
Rupin Bakraniya
Rupin Bakraniya
‘કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપવા તૈયાર છે, તો રાહુલ ગાંધીને વાંધો શું?’: જીતુ વાઘાણી‘કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપવા તૈયાર છે, તો રાહુલ ગાંધીને વાંધો શું?’: જીતુ વાઘાણી

Jitu Vaghani Rahul Gandhi Parliament Protest: ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલન અને સંસદની કાર્યવાહી સહિતના મુદ્દાઓને લઈને ભાજપના નેતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ગાંધીનગરમાં નિવેદન આપતા જીતુ વાઘાણીએ આક્ષેપ કર્યો કે છેલ્લા 15 દિવસથી સમગ્ર દેશને બાનમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સંસદનું સત્ર ચાલતું હોવા છતાં ચર્ચાથી દૂર રહેવામાં આવી રહ્યું છે.

‘સંસદ ચાલતી હોય ત્યારે દેશને બાનમાં લેવાનો પ્રયાસ’
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સંસદ ચાલતી હોય ત્યારે દેશને બાનમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દેશના યુવાનો અને નાગરિકો સમગ્ર મામલો જાણે છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પણ આ અંગે જાણ હોવાનું જણાવ્યું હતું.

ઝારખંડના વિદ્યાર્થીઓના આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો
જીતુ વાઘાણીએ ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલનનો ઉલ્લેખ કરતાં આક્ષેપ કર્યો કે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે, પરંતુ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઝારખંડમાં કોંગ્રેસની સરકાર છે અને આંદોલન દરમિયાન ટિયર ગેસ તથા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કર્યો. સાથે જ તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને તેઓ રાજનીતિ કરી રહ્યા છે.

‘પત્રકારોને પણ હોટલમાંથી ઉઠાવવામાં આવ્યા’
વાઘાણીએ વધુમાં આક્ષેપ કર્યો કે આ મુદ્દે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેનારા કેટલાક પત્રકારોને હોટલમાંથી ઉઠાવવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે રાજકીય લાભ માટે સમગ્ર મુદ્દાને અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ઝારખંડના મુદ્દાને માત્ર વહીવટી નિષ્ફળતા નહીં પરંતુ કોંગ્રેસના ગઠબંધન સાથે જોડાયેલો મુદ્દો ગણાવ્યો.

સંસદમાં ચર્ચા કરવાની આપી સલાહ
સંસદની કાર્યવાહી અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે રાહુલ ગાંધી સંસદનું સત્ર ખોરવી રહ્યા છે અને ચર્ચામાં ભાગ લઈ રહ્યા નથી. તેમણે કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા, પિયૂષ ગોયલ અને કિરણ રિજિજુના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. વાઘાણીએ કહ્યું કે સરકાર અને મંત્રીઓ જવાબ આપવા તૈયાર છે તો રાહુલ ગાંધીને વાંધો શું છે તે કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ.

‘અમિત શાહ જવાબ આપવા સંપૂર્ણ તૈયાર’
જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે અમિત શાહ જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં સંસદથી મોટું કોઈ મંદિર નથી અને સંસદમાં ખોટી કે તથ્ય વગરની વાત મૂકી શકાય નહીં. તેમણે દાવો કર્યો કે અમિત શાહ જવાબ આપશે તો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

‘ચર્ચાથી કેમ ડરી રહી છે કોંગ્રેસ?’
વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે અને પોતાના મુદ્દા સંસદમાં રજૂ કરવા માટે વિપક્ષને પણ તક આપવામાં આવી રહી છે. તેમ છતાં મુદ્દાઓને ભટકાવીને દેશમાં ભ્રમણા અને અરાજકતા ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો.