Get News Alerts

Never miss breaking news updates.

PM મોદીના 25 વર્ષના સુશાસનને જીતુ વાઘાણીએ બિરદાવ્યું, કહ્યું- ‘વિકસિત ભારત’ તરફ દોરી જતો ભગીરથ પુરુષાર્થ

Narendra Modi 25 Years Seva Jyoti Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના 25 વર્ષના જાહેર જીવન અને સુશાસનને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે...
R Gajjar
R GajjarUpdated on: 07 Oct 2026 04:14 PM IST
PM મોદીના 25 વર્ષના સુશાસનને જીતુ વાઘાણીએ બિરદાવ્યું, કહ્યું- ‘વિકસિત ભારત’ તરફ દોરી જતો ભગીરથ પુરુષાર્થPM મોદીના 25 વર્ષના સુશાસનને જીતુ વાઘાણીએ બિરદાવ્યું, કહ્યું- ‘વિકસિત ભારત’ તરફ દોરી જતો ભગીરથ પુરુષાર્થ

Narendra Modi 25 Years Seva Jyoti Yatra

Narendra Modi 25 Years Seva Jyoti Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના 25 વર્ષના જાહેર જીવન અને સુશાસનને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે આયોજિત ‘સેવા જ્યોત યાત્રા’ કાર્યક્રમમાં તેમના કાર્યકાળને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ પોતાના જીવનના 25 વર્ષ દેશ અને સમાજ સેવામાં સમર્પિત કર્યા છે.

‘રાજકોટ નરેન્દ્ર મોદીના સંસદીય રાજકારણની જન્મભૂમિ’

રાજકોટ સાથે વડાપ્રધાન મોદીના સંબંધોને યાદ કરતાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજકોટ નરેન્દ્ર મોદીના સંસદીય રાજકારણની જન્મભૂમિ છે. તેમણે જણાવ્યું કે ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ ધારાસભ્ય ન હતા. ત્યારબાદ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ફેબ્રુઆરી 2002માં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે વિજય મેળવ્યો હતો અને પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા હતા. વાઘાણીએ રાજકોટ સાથે નરેન્દ્ર મોદીના જૂના સંગઠનાત્મક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે રાજકોટની ધરતીએ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

‘25 વર્ષમાં એકપણ દિવસની રજા વગર કામ કર્યું’

જીતુ વાઘાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે સતત 25 વર્ષ સુધી દેશ અને નાગરિકોના હિતમાં કામગીરી કરી છે. તેમણે કહ્યું કે સરકારના વડા તરીકે સતત 25 વર્ષ સુધી સેવા આપવી એક અનોખી સિદ્ધિ છે. વાઘાણીએ વડાપ્રધાન મોદીના લાંબા જાહેર સેવા કાર્યકાળને દેશ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં ‘સેવા જ્યોત યાત્રા’

વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સમગ્ર ગુજરાતમાં ‘સેવા જ્યોત યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાવ-થરાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાબરકાંઠામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત વિવિધ સ્થળોએ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા. નવસારી ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગીર સોમનાથ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં પણ ‘સેવા જ્યોત યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

લાખો નાગરિકોએ PM મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું

‘સેવા જ્યોત યાત્રા’ના પ્રારંભ પહેલાં રાજ્યના વિવિધ સ્થળોએ ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ વિવિધ સ્થળોએથી ‘સેવા જ્યોત યાત્રા’ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનસેવાના કાર્યક્રમો

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ‘સેવા સંકલ્પ અભિયાન’ માત્ર ઉજવણી પૂરતું નથી, પરંતુ જનતાની સેવા કરવાનો અવસર છે. આ અભિયાન હેઠળ વિવિધ સ્થળોએ ‘સેવા સેતુ’ કાર્યક્રમો, આરોગ્ય અને મેડિકલ કેમ્પ, સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘મા ભારતી’ના કલ્યાણના ભાવ સાથે આગળ વધવા આહવાન કર્યું હતું અને કહ્યું હતું કે સામૂહિક પ્રયાસોથી 2047 સુધીમાં ‘વિકસિત ભારત’નું લક્ષ્ય સાકાર કરવામાં યોગદાન આપી શકાય છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]