Bhavnagar News: ભાવનગરને નવા ઓવરબ્રિજની ભેટ, દેસાઈનગરથી વરતેજ સુધી રૂપિયા 650 કરોડના ખર્ચે બનશે બ્રિજ


Bhavnagar: Cabinet Minister Jitu Vaghani
Bhavnagar News: ભાવનગરને નવા ઓવરબ્રિજની ભેટ, દેસાઈનગરથી વરતેજ સુધી રૂપિયા 650 કરોડના ખર્ચે બનશે બ્રિજ


Bhavnagar: Cabinet Minister Jitu Vaghani
Bhavnagar News: નવા વર્ષની શરૂઆતમાં ભાવનગરની જનતાને કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે દેસાઈનગરથી વરતેજ સુધી નવો ઓવરબ્રિજ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આશરે રૂપિયા 650 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ આકાર પામશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ભાવનગરના વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળવાની આશા છે.
સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાવનગરના માળખાકીય વિકાસને વધુ વેગ આપવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ નવા ઓવરબ્રિજ અંગે જાહેરાત કરી હતી. હવે આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ભાવનગર શહેરમાં વધતા વાહનો અને ટ્રાફિકના દબાણને ધ્યાનમાં રાખીને આ ઓવરબ્રિજનું નિર્માણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. દેસાઈનગરથી વરતેજ સુધીનો આ બ્રિજ શહેરના પરિવહન માળખામાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો કરશે. ખાસ કરીને આ માર્ગ પરથી અવરજવર કરતા વાહનચાલકોને ટ્રાફિકમાં રાહત મળવાની અપેક્ષા છે.
ભાવનગરના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં અગાઉ બનાવવામાં આવેલા ઓવરબ્રિજના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યામાં મહદઅંશે રાહત મળી છે. હવે વધુ એક ઓવરબ્રિજ બનવાથી શહેરમાં વાહનવ્યવહાર સરળ બનશે અને મુસાફરીનો સમય બચાવવામાં પણ મદદ મળશે. આશરે રૂપિયા 650 કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટથી ભાવનગરના વિકાસને નવી દિશા મળવાની સાથે શહેરની કનેક્ટિવિટી અને પરિવહન સુવિધામાં વધારો થવાની સંભાવના છે. હવે ટેન્ડર પ્રક્રિયા બાદ પ્રોજેક્ટના અમલીકરણની કામગીરી આગળ વધશે. ભાવનગરના નાગરિકોમાં આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને લઈને આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




