
Gandhinagar News: ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે સંવિધાન અને લોકશાહીના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કલમ 356ના દુરુપયોગ સહિતના આક્ષેપો કર્યા.

GMC Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)નું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Kheda : મણિપુરના કોંગ્રેસી સાંસદ ડૉ. અંગોમચા સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આક્ષેપોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.

Pakistan : પાકિસ્તાનમાં રાજકીય અને સુરક્ષાકીય પરિસ્થિતિ વચ્ચે સંઘીય સરકારે રવિવારે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઈમરજન્સી અને ગવર્નર શાસન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે બલરામપુરમાં વિકાસ કાર્યોના કાર્યક્રમ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ પર આકરા પ્રહાર કર્યા હતા.

West Bengal : અભિનેતા અને રાજનેતા મિથુન ચક્રવર્તીને પશ્ચિમ બંગાળ સરકારમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ તેમને રાજ્ય સરકારના સાંસ્કૃતિક સલાહકાર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.

GMC Election 2026 : મહાનગરપાલિકા ચૂંટણીને લઈ ગાંધીનગર શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેએ ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાઓ અંગે નિવેદન આપતાં ભાજપના ઉમેદવારોને મળી

Uttar Pradesh : ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 8 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

GMC Election 2026 : છેલ્લી ઘડી સુધી ચાલેલી રાજકીય ખેંચતાણ બાદ કુલ 6 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. હવે ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડમાં કુલ 132 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

Gandhinagar : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપી છે.

BJP-Congress : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ Special Intensive Revision (SIR) અને ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા બાદ BJPએ વળતો જવાબ આપ્યો છે.

BJP : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને સંગઠનમાં મહત્વપૂર્ણ નિમણૂકો જાહેર કરી છે. જાહેર કરાયેલા આ પત્ર મુજબ વિવિધ રાજ્યોમાં સંગઠન મજબૂત કરવા માટે અલગ-અલગ સંગઠનાત્મક જવાબદારીઓ સોંપાઈ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે PM મોદીએ રામનાથ કોવિંદના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ અને તેમના સાદગીભર્યા વ્યક્તિત્વની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે આજના Gen Z અને યુવા પેઢીને સોશિયલ મીડિયા, રીલ્સ અને શોર્ટકટના યુગમાં સાવચેત રહેવાનો સંદેશ આપ્યો હતો.

શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળ્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ કારણે તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી તમામ બાબતોને સમજવા અને તેની સમીક્ષા કરવા માટે તેઓ સતત બેઠકો કરી રહ્યા છે.

દિલ્હી સરકારે રવિવારે મહિલા અને લઘુમતી આયોગમાં મહત્વપૂર્ણ નિમણૂકોની જાહેરાત કરી છે. લતા ગુપ્તાની દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે નિર્મલ જૈનને દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હી મુખ્યમંત્રી કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓ માટે કોઈપણ પદ કરતાં દેશ, દેશવાસીઓ અને યુવા પેઢી વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણમંત્રી પદેથી રાજીનામું આ વિચારધારાને દર્શાવે છે.