BJPમાં સંગઠનાત્મક ફેરફાર, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને 24 નેતાઓને નવી જવાબદારી સોંપી


BJP
BJPમાં સંગઠનાત્મક ફેરફાર, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને 24 નેતાઓને નવી જવાબદારી સોંપી


BJP
BJP : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને સંગઠનમાં મહત્વપૂર્ણ નિમણૂકો જાહેર કરી છે. 24 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલા આ પત્ર મુજબ વિવિધ રાજ્યોમાં સંગઠન મજબૂત કરવા માટે રાષ્ટ્રીય સહ મહામંત્રી, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ સહ મહામંત્રી અને અન્ય સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવામાં આવી છે.
નાગેન્દ્રને વરિષ્ઠ કાર્યકર્તા સંપર્કની જવાબદારી સોંપાઈ
જાહેર કરાયેલી યાદીમાં શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ મહામંત્રી (સંગઠન) તરીકે આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ગોવાની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે સૌદાન સિંહને રાષ્ટ્રીય સહ મહામંત્રી (સંગઠન) તરીકે બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ છે. બંને નેતાઓ આ ભૂમિકામાં અગાઉ પણ સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત વી. સતીશને એસસી અને એસટી મોરચા તથા સંસદીય કાર્યાલયના સંગઠક તરીકે દિલ્હીમાં જવાબદારી અપાઈ છે. નાગેન્દ્રને વરિષ્ઠ કાર્યકર્તા સંપર્કની જવાબદારી સાથે દિલ્હીમાં સંગઠક બનાવાયા છે.
અજય જામવાલને મહારાષ્ટ્રના પ્રદેશ મહામંત્રી બનાવાયા
રાજ્ય સ્તરે પણ અનેક નિમણૂકો કરવામાં આવી છે. અજય જામવાલને મહારાષ્ટ્રના પ્રદેશ મહામંત્રી (સંગઠન) બનાવાયા છે. સતીશ ધોંડને મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોના જનજાતિ સંપર્કની જવાબદારી આપવામાં આવી છે. મધુકરને આંધ્ર પ્રદેશ અને તેલંગાણા, દશરથને તેલંગાણા, રવિંદ્ર રાજુને આસામ અને ત્રિપુરા તથા શ્રીકૃષ્ણ દલસાણિયાને બિહારની જવાબદારી સોંપાઈ છે. યાદીમાં ગુજરાત માટે રત્નાકરને પ્રદેશ મહામંત્રી (સંગઠન) તરીકે ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ-દીવની જવાબદારી આપવામાં આવી છે. રાજેશ્વર બિનનાડીને ગુજરાત માટે પ્રદેશ સહ મહામંત્રી (સંગઠન) બનાવાયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઓડિશા, પંજાબ-ચંડીગઢ સહિત વિવિધ રાજ્યો માટે પણ સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. પક્ષના પત્ર મુજબ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
આ પણ વાંચો : West Bengalમાં હેલ્થકેર ક્ષેત્રમાં અદાણી ગ્રુપનું મોટું રોકાણ, 2,000 બેડની નોન-પ્રોફિટ હોસ્પિટલનો કરાયો શિલાન્યાસ





