Uttar Pradesh : રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે 8 ઉમેદવારના નામ કર્યા જાહેર


bjp
Uttar Pradesh : રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે 8 ઉમેદવારના નામ કર્યા જાહેર


bjp
Uttar Pradesh : ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 8 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ધર્મપાલ સિંહ, રાધાકાંત ઓઝા, પ્રકાશ પાલ, વિદ્યાસાગર સોનકર, ગોપી કૃષ્ણ પાંડે, પ્રિયંકા સિંહ રાવત, રામ પ્રતાપ સિંહ ચૌહાણ અને શ્રુતિ ગંગવારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સામાજિક અને વર્ગીય સમીકરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું
ભાજપની ઉમેદવારોની યાદીમાં સામાજિક અને વર્ગીય સમીકરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું જોવા મળે છે. જાહેર કરાયેલી માહિતી મુજબ 8 ઉમેદવારોમાં 3 OBC, 2 SC અને 3 સામાન્ય વર્ગના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યાદીમાં બે મહિલા ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. OBC વર્ગમાંથી એક લોધી, એક પાલ અને એક કુર્મી સમાજના ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધર્મપાલ સિંહ લોધી સમાજમાંથી આવે છે અને તેઓ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કાર્યરત છે.
ઉત્તર પ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની
સામાન્ય વર્ગના ઉમેદવારોમાં બે બ્રાહ્મણ અને એક રાજપૂત સમાજના ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં વિવિધ સામાજિક વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. યાદીમાં પ્રિયંકા સિંહ રાવત અને શ્રુતિ ગંગવાર એમ બે મહિલા ઉમેદવારો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ ઉમેદવારો હવે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણીની પ્રક્રિયામાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત સાથે ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે. આગામી તબક્કામાં ઉમેદવારી પ્રક્રિયા અને ચૂંટણીને લઈને અન્ય રાજકીય પક્ષોની પણ નજર રહેશે.
આ પણ વાંચો : Air Fare Hike : હવાઈ મુસાફરી થશે મોંઘી, IndiGoએ વધાર્યો ફ્યુઅલ ચાર્જ




