Get News Alerts

Never miss breaking news updates.

GMC Election 2026 : ભાજપના ઉમેદવારોને મળી રહેલા આવકારથી હતાશામાં આવેલી કોંગ્રેસની ફેક ફેક્ટરી શરૂ થઈ : શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે

GMC Election 2026 : મહાનગરપાલિકા ચૂંટણીને લઈ ગાંધીનગર શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેએ ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાઓ અંગે નિવેદન આપતાં ભાજપના ઉમેદવારોને મળી
Kunjan ShuklaUpdated on: 07 Oct 2026 04:22 PM IST
GMC Election 2026 : ભાજપના ઉમેદવારોને મળી રહેલા આવકારથી હતાશામાં આવેલી કોંગ્રેસની ફેક ફેક્ટરી શરૂ થઈ : શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેGMC Election 2026 : ભાજપના ઉમેદવારોને મળી રહેલા આવકારથી હતાશામાં આવેલી કોંગ્રેસની ફેક ફેક્ટરી શરૂ થઈ : શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે

GMC Election 2026

GMC Election 2026 : મહાનગરપાલિકા ચૂંટણીને લઈ ગાંધીનગર શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેએ ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાઓ અંગે નિવેદન આપતાં ભાજપના ઉમેદવારોને મળી રહેલા જનસમર્થનનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા જનસંપર્ક અને ગ્રુપ બેઠકો દરમિયાન નગરજનો તરફથી ભાજપને આવકાર મળી રહ્યો છે.

કોંગ્રેસ દ્વારા મતદારોમાં ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ

આશિષ દવેએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઉમેદવારોને મળી રહેલા પ્રતિસાદથી કોંગ્રેસ હતાશ થઈ છે અને તેના કારણે કોંગ્રેસની ‘ફેક ફેક્ટરી’ શરૂ થઈ છે. કોંગ્રેસ દ્વારા ખોટા અને જુઠ્ઠાણા ફેલાવી મતદારોમાં ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગાંધીનગરનો વિકાસ હવે ઉડીને આંખે વળગી રહ્યો છે. પાટનગરની વસતીમાં વધારો થતાં શહેરમાં નાગરિક સુવિધાઓનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. અઢી લાખની આસપાસની વસતી ધરાવતા ગાંધીનગરમાં મેટ્રો અને પીએમ સીટી બસ જેવી પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

કોંગ્રેસને ઉમેદવારો ન મળતાં પરાણે ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા

કોંગ્રેસ પર પ્રહાર કરતાં શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે કોંગ્રેસને જનતા સાથે નહીં પરંતુ માત્ર મત સાથે લેવા-દેવા છે. કેટલાક કોંગ્રેસી નેતાઓ પ્રચાર દરમિયાન વિકાસ પામેલું નવું ગાંધીનગર જોઈ રહ્યા હોવા છતાં જુઠ્ઠાણા ફેલાવી રહ્યા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આશિષ દવેએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસને ઉમેદવારો ન મળતાં પરાણે ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા અને બાદમાં કેટલાક ઉમેદવારોને પ્રચારથી દૂર થવું પડ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના કેટલાક ઉમેદવારો દ્વારા પોતાના જ પોસ્ટર ફાડીને પ્રચાર કરવાની પણ તેમણે ટીકા કરી હતી. ભાજપે ચૂંટણી સમયે નહીં પરંતુ ચૂંટણી પહેલાંથી જ વિકાસના કામો કર્યા હોવાથી નાગરિકોના આશીર્વાદ મળી રહ્યા હોવાનો દાવો કરતાં તેમણે આ વખતની મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Jamnagar News : જામનગરમાં સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થાની હેરફેર ઝડપાઈ, 3 હજાર કિલો ઘઉં સાથે પાંચ શખ્સો ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.