Get News Alerts

Never miss breaking news updates.

Pakistan : ખૈબર પખ્તૂનખ્વામાં ઈમરજન્સી લાગુ, PTIએ ગણાવી 'મોટી રાજકીય ભૂલ'

Pakistan : પાકિસ્તાનમાં રાજકીય અને સુરક્ષાકીય પરિસ્થિતિ વચ્ચે સંઘીય સરકારે રવિવારે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઈમરજન્સી અને ગવર્નર શાસન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
Kunjan ShuklaUpdated on: 11 Oct 2026 05:40 PM IST
Pakistan : ખૈબર પખ્તૂનખ્વામાં ઈમરજન્સી લાગુ, PTIએ ગણાવી 'મોટી રાજકીય ભૂલ'Pakistan : ખૈબર પખ્તૂનખ્વામાં ઈમરજન્સી લાગુ, PTIએ ગણાવી 'મોટી રાજકીય ભૂલ'

Pakistan

Pakistan : પાકિસ્તાનમાં રાજકીય અને સુરક્ષાકીય પરિસ્થિતિ વચ્ચે સંઘીય સરકારે રવિવારે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઈમરજન્સી અને ગવર્નર શાસન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કેબિનેટના નિર્ણયને મંજૂરી આપતાં આ પગલું લેવામાં આવ્યું છે. જોકે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)એ સરકારના આ નિર્ણયને 'મોટી રાજકીય ભૂલ' ગણાવી લોકશાહી અને પ્રાંતીય સ્વાયત્તતા અંગે સવાલો ઉઠાવ્યા છે.

આ પ્રાંતમાં હાલમાં PTIની સરકાર

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાનના બંધારણની કલમ 232 અને 234 હેઠળ આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. આ બંને કલમો કટોકટીની સ્થિતિ અને ગવર્નર શાસન સાથે સંબંધિત છે. સંઘીય સરકારનો દાવો છે કે ખૈબર પખ્તૂનખ્વામાં વધતી આતંકવાદી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં પ્રાંતીય સરકાર નિષ્ફળ રહી છે. આ પ્રાંતમાં હાલમાં PTIની સરકાર છે.

આ નિર્ણય અલોકતાંત્રિક

PTIના અધ્યક્ષ બેરિસ્ટર ગોહર અલી ખાને આ નિર્ણયને અલોકતાંત્રિક ગણાવી વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈનો ઉપયોગ લોકોનો અવાજ દબાવવા, રાજકીય હેતુઓ સિદ્ધ કરવા અથવા પ્રાંતની બંધારણીય સત્તાઓ ઘટાડવા માટે ન થવો જોઈએ. તેમના મતે, આતંકવાદનો સામનો રાષ્ટ્રીય એકતા અને સામૂહિક વ્યૂહરચના દ્વારા જ થઈ શકે છે.

પ્રાંતની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી

વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી સંઘીય કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં પ્રાંતની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન ખૈબર પખ્તૂનખ્વાના ગવર્નર ફૈસલ કરીમ કુંડીએ વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે પ્રાંતના લોકો શાંતિ, સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિ ઇચ્છે છે. હવે આ નિર્ણયથી પાકિસ્તાનમાં કેન્દ્ર અને પ્રાંતીય સરકાર વચ્ચે રાજકીય તણાવ વધવાની શક્યતા છે. ઈમરજન્સીની અસર પ્રાંતના વહીવટ અને રાજકીય સ્થિતિ પર કેવી પડશે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો : Mass Shooting In America : પેન્સિલવેનિયામાં માસ શૂટિંગની ઘટના, 9 લોકોના થયા મોત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.