GMC Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં મોટો ફેરફાર, 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા


GMC Election 2026
GMC Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં મોટો ફેરફાર, 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા


GMC Election 2026
GMC Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લી ઘડી સુધી ચાલેલી રાજકીય ખેંચતાણ બાદ કુલ 6 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. હવે ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડમાં કુલ 132 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે.
હવે તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) ઉપરાંત અપક્ષ ઉમેદવારો વચ્ચે બહુકોણીય ચૂંટણી જંગ જોવા મળશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારમાં પણ તેજી આવવાની શક્યતા છે. વોર્ડવાર ઉમેદવારોની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 6માં સૌથી વધુ 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જ્યારે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 8માં 13-13 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. વોર્ડ નંબર 4, 5 અને 10માં 12-12 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ વોર્ડ નંબર 1, 3, 7, 9 અને 11માં 11-11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટીમાં પણ ઉમેદવારી પરત ખેંચવાના કારણે ફેરફાર થયો છે.
AAPના 5 ઉમેદવાર ચૂંટણી જંગમાંથી બહાર
અગાઉ AAPના ચાર ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ નંબર 3ના AAP ઉમેદવાર અભય દેસાઈએ પણ છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આ સાથે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કુલ પાંચ ઉમેદવાર ચૂંટણી જંગમાંથી બહાર થઈ ગયા છે. ઉમેદવારોની સંખ્યા અને ફોર્મ પરત ખેંચવાની ઘટનાને પગલે હવે ગાંધીનગરના રાજકીય માહોલમાં ચર્ચા તેજ બની છે. હવે 132 ઉમેદવારો વચ્ચે વિવિધ વોર્ડમાં ચૂંટણી જંગ થશે. આગામી દિવસોમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાનને વધુ વેગ આપવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Rajkot Farmer Protest : વીરપુર પંથકના ખેડૂતોનો 66 KV વીજ લાઈનના રિપેરિંગ મુદ્દે વિરોધ, GETCO વિરૂદ્ધ લગાવ્યા નારા





