Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પંચના મુદ્દે કોંગ્રેસને ઘેરી, કહ્યું 'ચૂંટણીમાં જનાદેશને સ્વીકારવો લોકશાહીનો મહત્વનો ભાગ'


Gandhinagar
Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પંચના મુદ્દે કોંગ્રેસને ઘેરી, કહ્યું 'ચૂંટણીમાં જનાદેશને સ્વીકારવો લોકશાહીનો મહત્વનો ભાગ'


Gandhinagar
Gandhinagar : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીની પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવ્યા છે.
View post on Instagram
કેટલીક પ્રક્રિયાઓ અંગે સ્પષ્ટતા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાની વિશ્વસનીયતા અંગે કરવામાં આવતા આક્ષેપોની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને દેશમાં ચૂંટણી પ્રક્રિયા કાયદાકીય તથા બંધારણીય જોગવાઈઓ મુજબ હાથ ધરવામાં આવે છે. ચૂંટણી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરતા CM પટેલે કહ્યું કે દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં નોંધાય તે માટે તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવે છે. ફોર્મ-6 દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવાની પ્રક્રિયા અંગે પણ તાજેતરમાં રાજકીય ચર્ચા થઈ છે. ચૂંટણી પંચે ફોર્મ-6 સાથે જોડાયેલી કેટલીક પ્રક્રિયાઓ અંગે સ્પષ્ટતા કરી છે, જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા સંબંધિત ડિકલેરેશનને માન્ય રાખવામાં આવ્યું હોવાની માહિતી ચૂંટણી પંચે આપી છે.
ચૂંટણીમાં જનાદેશને સ્વીકારવો લોકશાહીનો મહત્વનો ભાગ
CM ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના વલણ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે જ્યારે વિપક્ષ ચૂંટણીમાં સફળ થાય ત્યારે ચૂંટણી પ્રક્રિયા યોગ્ય હોવાનું કહેવાય છે, પરંતુ પરિણામો ભાજપની તરફેણમાં આવે ત્યારે ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવવામાં આવે છે. તેમણે કોંગ્રેસના ભૂતકાળના શાસન દરમિયાન ચૂંટણી પંચની સ્વાયત્તતા અંગે પણ આક્ષેપો કર્યા.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ચૂંટણીમાં જનાદેશને સ્વીકારવો લોકશાહીનો મહત્વનો ભાગ છે. બીજી તરફ, કોંગ્રેસ ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદી સંબંધિત પ્રક્રિયાઓ અંગે સતત પ્રશ્નો ઉઠાવી રહી છે. રાહુલ ગાંધીએ 24 સપ્ટેમ્બરે ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા, જેને ભાજપે ફગાવી દીધા હતા.
આ પણ વાંચો : Kheda : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચાલતી કારમાં લાગી આગ





