Get News Alerts

Never miss breaking news updates.

SIR મુદ્દે રાહુલ ગાંધીના આરોપો પર BJPનો પલટવાર, સુધાંશુ ત્રિવેદીએ કર્યા સવાલ

BJP-Congress : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ Special Intensive Revision (SIR) અને ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા બાદ BJPએ વળતો જવાબ આપ્યો છે.
Kunjan ShuklaUpdated on: 24 Sep 2026 07:18 PM IST
SIR મુદ્દે રાહુલ ગાંધીના આરોપો પર BJPનો પલટવાર, સુધાંશુ ત્રિવેદીએ કર્યા સવાલSIR મુદ્દે રાહુલ ગાંધીના આરોપો પર BJPનો પલટવાર, સુધાંશુ ત્રિવેદીએ કર્યા સવાલ

BJP-Congress

BJP-Congress : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ Special Intensive Revision (SIR) અને ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા બાદ BJPએ વળતો જવાબ આપ્યો છે. ગુરુવારે નવી દિલ્હીમાં BJPના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીના દાવાઓને ખોટા અને ભ્રામક ગણાવ્યા. રાહુલ ગાંધીએ SIR અને ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસના દાવા પર સવાલ ઊભા કર્યા

ત્રિવેદીએ રાહુલ ગાંધીની રજૂઆત અને તેમના દ્વારા દર્શાવવામાં આવેલા PPTના સ્ત્રોત અંગે સવાલ ઉઠાવ્યા. તેમણે રાહુલ ગાંધીના 'એન્ટી-ઈન્કમ્બન્સી' અંગેના દાવાને પણ પડકાર્યો અને તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ તથા ઓડિશામાં કોંગ્રેસના લાંબા સમયથી સત્તાથી બહાર રહેવાના ઉદાહરણો આપ્યા. BJPના જણાવ્યા અનુસાર, આ આંકડાઓથી ભારતીય રાજકારણમાં એન્ટી-ઇન્કમ્બન્સી અંગે કોંગ્રેસના દાવા પર સવાલ ઊભો થાય છે.

ચૂંટણી પંચને મતદાર યાદીની વિશેષ સમીક્ષા કરવાની કાયદાકીય સત્તા : સુધાંશુ ત્રિવેદી

ચૂંટણી પ્રક્રિયા અંગે વાત કરતાં ત્રિવેદીએ જૂના સમયની ચૂંટણી વ્યવસ્થા, બૂથ કેપ્ચરિંગ અને ચૂંટણી હિંસાનો ઉલ્લેખ કર્યો. તેમના કહેવા મુજબ, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધવા સાથે CCTV અને અન્ય વ્યવસ્થાઓનો ઉપયોગ વધ્યો છે. SIR મુદ્દે ત્રિવેદીએ કહ્યું કે ચૂંટણી પંચને મતદાર યાદીની વિશેષ સમીક્ષા કરવાની કાયદાકીય સત્તા છે. ચૂંટણી પંચના સત્તાવાર દસ્તાવેજોમાં પણ SIR માટે બંધારણની કલમ 324 અને Representation of the People Act, 1950 હેઠળના કાયદાકીય આધારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ અને BJP વચ્ચે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનો સીલસીલો યથાવત

રાહુલ ગાંધી દ્વારા ફોર્મ-6 અને માતા-પિતાની વિગતો અંગે કરવામાં આવેલા દાવાઓને પણ BJPએ નકારી કાઢ્યા. બીજી તરફ, ચૂંટણી પંચના સત્તાવાર પોર્ટલ પર હાલમાં SIR-2026 માટે મતદારોને Enumeration Form ભરવા અને અગાઉની SIR મતદાર યાદીમાં પોતાનું નામ તપાસવાની સુવિધા ઉપલબ્ધ છે. આ મુદ્દે કોંગ્રેસ અને BJP વચ્ચે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનો સિલસિલો યથાવત છે, જ્યારે SIRની પ્રક્રિયા અને ચૂંટણી યાદીઓ અંગે ચૂંટણી પંચ તરફથી સત્તાવાર પ્રક્રિયા આગળ વધી રહી છે.

આ પણ વાંચો : Delhiમાં અમેરિકન નાગરિકોને નિશાન બનાવતા ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, 11 લોકોની ધરપકડ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.