
Ahmedabad Airport Car Accident : અમદાવાદ શહેરના એરપોર્ટ રોડ પર ગત મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.

Maninagar LG Hospital Wall Collapse: અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી નવી LG હોસ્પિટલના નિર્માણાધીન બિલ્ડિંગમાં આજે સવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બિલ્ડિંગમાં કામ કરી રહેલા 26 વર્ષીય શ્રમિક પર અચાનક ઈંટોની...

Navsari News : નવસારી શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના તીધારા જકાતનાકા પાસે મોડી રાત્રે બેફામ ઝડપે દોડાવાતી કારના ચાલકે બે બાઈકને ટક્કર મારી હતી.

Ahmedabad News : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે બેફામ ઝડપે કાર હંકારી રહેલા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Ahmedabad ના દાણીલીમડા વિસ્તારમાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા હતા. ખોડીયારનગર પાસે ફૂલ સ્પીડે આવી રહેલી બેટરીવાળી ફોરવ્હીલર કાર અચાનક બેકાબૂ બની હતી અને ડિવાઇડર પર ચઢી ગઈ હતી.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આજે એક દુઃખદ ઘટના બની છે. મનસુરી મહોલ્લા, મગદમ પોળ પાસે બે મકાનો અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિને કાટમાળમાંથી જીવિત બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. અંજલિ ચાર રસ્તા નજીક ST બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસની ટક્કર લાગતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં DPS સ્કૂલ બસ સાથે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મોપેડ ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડકટર બસમાં બેઠેલા વિદ્યાર્થીઓને મૂકીને ફરાર થઈ જતાં ઘટનાએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

Ahmedabad UN Mehta Hospital: અમદાવાદ શહેરની યુ.એન. મેહતા હોસ્પિટલના કેમ્પસમાં સોમવારે સાંજે સુએઝ ટેન્ક સંબંધિત ઘટનામાં ત્રણ વ્યક્તિઓ બેભાન થઈ જતા દોડધામ મચી ગઈ હતી. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ રોકી મેકવાન તરીકે થઈ છે.

અમદાવાદના હાથીજણથી વસ્ત્રાલ તરફ જતાં રિંગ રોડ પર એપોલો ટાયર્સ સામે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતાં સાડા ત્રણ વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બાળકની માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.

અમદાવાદમાં કાલે મોડી રાત્રે અસલાલી બ્રિજ ઉપર કાર અને બાઈકનો ગંભીર અકસ્માત થયો હતો. જેમાં 3 લોકો ઈજા થતા નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ વાતની જાણ પોલીસને થતા તેવો પોતાના કાફલા સાથે ઘટના સ્થળ પર પહોંચીને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદમાં દાંડી બ્રિજ નજીક નિર્માણાધીન બ્રિજ પર બનેલી એક ગંભીર ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. નિર્માણાધીન બ્રિજ પરથી કાર નાળામાં ખાબકતાં વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને તંત્રની બેદરકારી અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

અમદાવાદઃ શહેરમાં હિટ એન્ડ રન અને રોડ રેજનો વધુ એક ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે છે. જેમાં કારસવાર એક મહિલાએ રસ્તા પર ભારે આતંક મચાવ્યો હતો અને અનેક વાહનોને અડફેટે લીધા હતા.

અમદાવાદમાં દિવસે દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય છે. તેવામાં આજે સવારે અમદાવાદમાં આવેલા નોબલ નગર બ્રિજ પર આજે ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં એક જ મહિનામાં ત્રણ અકસ્માત થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં બાઈક ચાલક બ્રિજની પાડી સાથે અથડાતા તેને ગંભીર રીતે ઘાયલ થયો છે. આ બનાવ બનતા આસપાસના લોકો તાત્કાલિક બાઈક ચાલકની મદદ દોડી આવ્યા હતા.