અસલાલી ઓવરબ્રિજ પાસે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, 3 લોકો ઇજાગ્રસ્ત



અસલાલી ઓવરબ્રિજ પાસે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, 3 લોકો ઇજાગ્રસ્ત



અમદાવાદ અમદાવાદના અસલાલી ઓવરબ્રિજ નજીક મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, રાત્રે આશરે 2:30 વાગ્યે અસલાલી ઓવરબ્રિજ પર કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઇકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
એમ્બ્યુલન્સની ટીમે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની જાણ થતાં અસલાલી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગેની વિગતો એકત્રિત કરી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.




