અમદાવાદમાં ST બસની ટક્કરે બાઈકચાલકનું મોત: અંજલિ ચાર રસ્તા પાસે અકસ્માત


અમદાવાદમાં ST બસની ટક્કરે બાઈકચાલકનું મોત: અંજલિ ચાર રસ્તા પાસે અકસ્માત


અમદાવાદ: શહેરમાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. અંજલિ ચાર રસ્તા નજીક ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસની ટક્કર લાગતાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, અંજલિ ચાર રસ્તા પાસે ST બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
અકસ્મતની જાણ થતાં ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.
ટ્રાફિક પોલીસે ST બસના ડ્રાઇવર સામે કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોની બેદરકારી હતી તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.




