દરિયાપુરમાં મોતનો મલબો! ત્રણ માળનું મકાન ધરાશાયી, મહિલાનું કરુણ મોત

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આજે એક દુઃખદ ઘટના બની છે. મનસુરી મહોલ્લા, મગદમ પોળ પાસે બે મકાનો અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિને કાટમાળમાંથી જીવિત બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Rahul Desai
Rahul Desai
દરિયાપુરમાં મોતનો મલબો! ત્રણ માળનું મકાન ધરાશાયી, મહિલાનું કરુણ મોતદરિયાપુરમાં મોતનો મલબો! ત્રણ માળનું મકાન ધરાશાયી, મહિલાનું કરુણ મોત

અમદાવાદ અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનસુરી મહોલ્લા, મગદમ પોળ નજીક આજે બે મકાનો અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ધરાશાયી થયેલા મકાનોમાંનું એક ત્રણ માળનું હતું.

આ દુર્ઘટનામાં એક મહિલાનું કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ જીવિત બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મકાનો ધરાશાયી થતાં તેનો કાટમાળ આસપાસ પાર્ક કરાયેલા અનેક વાહનો પર પડ્યો હતો, જેના કારણે વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ કાટમાળ હટાવવાની અને અન્ય કોઈ વ્યક્તિ ફસાયો છે કે નહીં તેની તપાસ સાથે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઘટનાના કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.