મહિલા કારચાલકે 3 ટુવ્હિલર્સને ટક્કર મારી, સ્થાનિકોએ રોક્યાં તો દાદાગીરી કરી; વીડિયો વાયરલ



મહિલા કારચાલકે 3 ટુવ્હિલર્સને ટક્કર મારી, સ્થાનિકોએ રોક્યાં તો દાદાગીરી કરી; વીડિયો વાયરલ



અમદાવાદઃ શહેરમાં હિટ એન્ડ રન અને રોડ રેજનો વધુ એક ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે છે. જેમાં કારસવાર એક મહિલાએ રસ્તા પર ભારે આતંક મચાવ્યો હતો અને અનેક વાહનોને અડફેટે લીધા હતા.
અમદાવાદ શહેરના કેન્યુગ ક્રોસ રોડથી લઈને IOC સૈનિકસેવા પેટ્રોલ પંપ સિગ્નલ વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. તેમણે ઓછામાં ઓછા 3 ટુ-વ્હિલર્સને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી. જ્યારે અકસ્માત બાદ જાગૃત નાગરિકોએ લાલ સિગ્નલ પર કાર રોકવા પ્રયાસ કર્યો, તો મહિલાએ બિભત્સ અપશબ્દો કહ્યા હતા.
કારચાલક મહિલાએ વાહન થોભાવવાને બદલે હાજર લોકો સાથે ગેરવર્તણૂંક કરી કાર ભગાડી મૂકી હતી. ભાગવાની ઉતાવળમાં મહિલાએ રસ્તા પર બીજા કેટલાક વાહનચાલકો અને લોકોને પણ ટક્કર મારી હતી. લોકોની સુરક્ષા જોખમમાં મૂકતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં ખૂબ જ વાયરલ થયો છે. ત્યારે આ સમગ્ર મામલે હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તપાસ શરૂ કરી છે.




