Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં ગોઝારો અકસ્માત: ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત, માતા ગંભીર

અમદાવાદના હાથીજણથી વસ્ત્રાલ તરફ જતાં રિંગ રોડ પર એપોલો ટાયર્સ સામે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતાં સાડા ત્રણ વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બાળકની માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jul 2026 04:00 PM IST
અમદાવાદમાં ગોઝારો અકસ્માત: ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત, માતા ગંભીરઅમદાવાદમાં ગોઝારો અકસ્માત: ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત, માતા ગંભીર

અમદાવાદ અમદાવાદના હાથીજણથી વસ્ત્રાલ તરફ જતાં રિંગ રોડ પર આવેલા એપોલો ટાયર્સ સામે સોમવારે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતાં સાડા ત્રણ વર્ષના સાત્વિક પ્રજાપતિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં બાળકની માતા કામિની મયુર પ્રજાપતિ (ઉં.વ. 28) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ ચાલકનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નજીકની ઝાડીઓનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો.

અકસ્માતને પગલે રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિકને સામાન્ય બનાવવા તેમજ અકસ્માત અંગેની તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ, ઘટનાની જાણ થતાં નિકોલના માતૃભૂમિ વિસ્તારથી મૃતક બાળકના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. માસૂમ બાળકના અકાળે મૃત્યુથી પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.