
Arvalli Shamlaji Mandir : અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમા અને દેવ દિવાળીના પવિત્ર પર્વે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

Shamlaji Tulsi Vivah: અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પ્રબોધિની એકાદશીના પવિત્ર અવસરે ભગવાન તુલસીજીના વિવાહનો મનોરથ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.

Aravalli News: અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 62 ટકા જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ માલપુર અને શામળાજી તાલુકામાં માત્ર 12થી 13 ઈંચ વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

National Unity Day: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

Arvalli જિલ્લામાં પડેલા વરસાદ અને ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે શામળાજીની મેશ્વો નદીમાં સિઝનમાં પહેલીવાર નવા નીરની આવક થઈ છે.

Aravalli Shamlaji mandir : જન્માષ્ટમીના પાવન પર્વને લઈને અરવલ્લીના પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને વિશેષ અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

Aravalli Shamlaji mandir ખાતે જન્માષ્ટમીના પાવન પર્વે ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. ભગવાન શામળિયાના દર્શન માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ધજા લઈને શામળાજી પહોંચ્યા હતા.

Shamlaji Temple: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના વિશેષ હિંડોળા મનોરથની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મનોરથને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય અને આકર્ષક વાતાવરણ જોવા મળી રહ્યું છે.

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ‘ગુજરાત માજી સૈનિક સંગઠન’ દ્વારા જિલ્લા કક્ષાની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં માજી સૈનિકો તેમજ વીર નારીઓને પડતી વિવિધ સમસ્યાઓ અને લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી સામે LCBએ કાર્યવાહી કરી છે. શામળાજી નજીક નાપડા જગીર વિસ્તારમાં સ્વીફ્ટ કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹10.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ જતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસાથી શામળાજીને જોડતો સ્ટેટ હાઇવે વરસાદ બાદ બિસમાર બનતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે રોડનું સત્વરે સમારકામ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આદિજાતિ વિસ્તારોની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ‘ભગવાન બિરસા મુંડા જન જાતીય ગૌરવ પરિવહન’ યોજના અંતર્ગત શામળાજી એસ.ટી. ડેપો ખાતેથી 9 મીડી વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ બાયો ડીઝલના ગેરકાયદેસર વેચાણ સામે જિલ્લા પુરવઠા વિભાગે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શામળાજી નજીક આવેલા નવા વેણપુર વિસ્તારમાં નેશનલ હાઇવે પર ચાલતા એક શંકાસ્પદ બાયો ડીઝલ પંપ પર દરોડો પાડીને તેને સીલ કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન અંદાજે 20 હજાર લિટર શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં દિનદહાડે ચોરીની એક ગંભીર ઘટના સામે આવી છે. શામળાજીમાં રહેતી મહિલા વનરક્ષકના ભાડાના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાં રાખેલા લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.