Get News Alerts

Never miss breaking news updates.

Aravalli Shamlaji mandir : જન્માષ્ટમીએ શામળિયાનો અલૌકિક શણગાર, હીરાજડિત મુગટથી સજ્જ થયા ભગવાન

Aravalli Shamlaji mandir : જન્માષ્ટમીના પાવન પર્વને લઈને અરવલ્લીના પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને વિશેષ અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 04 Sep 2026 10:54 AM IST
Aravalli Shamlaji mandir : જન્માષ્ટમીએ શામળિયાનો અલૌકિક શણગાર, હીરાજડિત મુગટથી સજ્જ થયા ભગવાનAravalli Shamlaji mandir : જન્માષ્ટમીએ શામળિયાનો અલૌકિક શણગાર, હીરાજડિત મુગટથી સજ્જ થયા ભગવાન

Aravalli Shamlaji mandir

Aravalli Shamlaji mandir : જન્માષ્ટમીના પર્વે ભગવાનના દિવ્ય દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શણગાર આરતી દરમિયાન ભગવાન શામળિયાનું અલૌકિક અને મનમોહક સ્વરૂપ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને ભગવાન શામળિયાને હીરાજડિત મુગટ તેમજ સુવર્ણ આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. સોનાની વાંસળીથી સજ્જ ભગવાન શામળિયાનું સ્વરૂપ ભક્તોને વિશેષ આકર્ષિત કરી રહ્યું હતું. આ ઉપરાંત ભગવાનના ચતુર્ભુજ અવતારને અનુરૂપ સોનાની ગદા અને ચક્ર ધારણ કરાવવામાં આવ્યા હતા.

જન્માષ્ટમીએ કરો શામળિયાના દિવ્ય દર્શન

સુવર્ણ આભૂષણો, હીરાજડિત મુગટ અને સોનાની વાંસળી સાથે ભગવાન શામળિયાનું રાજસી સ્વરૂપ જાણે મંદિર પરિસરમાં દિવ્ય આભા પાથરી રહ્યું હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શણગાર આરતીના દર્શન દરમિયાન ભક્તોએ ભગવાનના આ વિશેષ સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જન્માષ્ટમી પર્વે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને શામળાજી ખાતે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

મંદિર પરિસરમાં ભક્તિભાવ અને જયઘોષ વચ્ચે ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ભગવાનના વિશેષ શણગારના દર્શન માટે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અલૌકિક રૂપે મોહી લીધા ભક્તોના મન

શણગાર આરતી પૂર્ણ થયા બાદ ભગવાન શામળિયાને બપોરે 11:30 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. રાજભોગના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચવાની શક્યતા છે. જન્માષ્ટમીના પાવન પર્વે શામળિયાના આ ભવ્ય શણગાર અને દિવ્ય સ્વરૂપે સમગ્ર મંદિર પરિસરને ભક્તિમય બનાવી દીધું હતું. હીરાજડિત મુગટ, સુવર્ણ આભૂષણો, સોનાની વાંસળી, ગદા અને ચક્ર સાથેના ભગવાન શામળિયાના દર્શન ભક્તો માટે યાદગાર બની રહ્યા હતા.

આ પણ વાંચો : Surat : સાયણ સુગરમાં આજે થશે સત્તાની વરણી? મેન્ડેટ મુદ્દે ખેડૂતોમાં રોષ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.