અરવલ્લી LCBનો સપાટો: શામળાજી નજીક ₹10.30 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ફરાર

અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી સામે LCBએ કાર્યવાહી કરી છે. શામળાજી નજીક નાપડા જગીર વિસ્તારમાં સ્વીફ્ટ કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹10.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ જતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Rahul Desai
Rahul Desai
અરવલ્લી LCBનો સપાટો: શામળાજી નજીક ₹10.30 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ફરારઅરવલ્લી LCBનો સપાટો: શામળાજી નજીક ₹10.30 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ફરાર

અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી સામે LCBએ કાર્યવાહી કરી છે. શામળાજી નજીક નાપડા જગીર વિસ્તારમાં સ્વીફ્ટ કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹10.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ જતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

LCBની ટીમે નાપડા જગીર નજીક શંકાસ્પદ સ્વીફ્ટ કારને ઝડપી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 1,509 બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત ₹5.30 લાખ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસે આશરે ₹5 લાખની સ્વીફ્ટ કાર પણ કબજે કરી છે.

પોલીસ તપાસમાં કાર પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દારૂની હેરાફેરી માટે કારનો ઉપયોગ કરવામાં આવતો હોવાની આશંકા વચ્ચે પોલીસે વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કાર્યવાહી LCB PI એમ.એચ. ઝાલાની ટીમ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જોકે કારમાં સવાર બે શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.

ઘટનાને પગલે શામળાજી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓ ક્યાંથી દારૂનો જથ્થો લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી સામે LCBની આ કાર્યવાહીમાં ₹5.30 લાખનો વિદેશી દારૂ, ₹5 લાખની કાર સહિત કુલ ₹10.30 લાખનો મુદ્દામાલ જપ્ત થતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.