શામળાજીમાં માજી સૈનિક સંગઠનની જિલ્લા કક્ષાની બેઠક, પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉગ્ર લડતની ચીમકી

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ‘ગુજરાત માજી સૈનિક સંગઠન’ દ્વારા જિલ્લા કક્ષાની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં માજી સૈનિકો તેમજ વીર નારીઓને પડતી વિવિધ સમસ્યાઓ અને લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Rahul Desai
Rahul Desai
શામળાજીમાં માજી સૈનિક સંગઠનની જિલ્લા કક્ષાની બેઠક, પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉગ્ર લડતની ચીમકીશામળાજીમાં માજી સૈનિક સંગઠનની જિલ્લા કક્ષાની બેઠક, પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉગ્ર લડતની ચીમકી

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ‘ગુજરાત માજી સૈનિક સંગઠન’ દ્વારા જિલ્લા કક્ષાની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં માજી સૈનિકો તેમજ વીર નારીઓને પડતી વિવિધ સમસ્યાઓ અને લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

શામળાજીમાં યોજાયેલી આ બેઠકમાં ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ નિમાવત જિતેન્દ્ર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન માજી સૈનિકોને ખેતી અને પ્લોટિંગ માટે મળવાપાત્ર જમીન, અનામત સવલતોના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ તેમજ અન્ય સામાજિક અને વહીવટી પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

માજી સૈનિકો અને વીર નારીઓ દ્વારા લાંબા સમયથી રજૂ કરવામાં આવી રહેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે બેઠકમાં સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર વિચારણા કરવામાં આવી હતી. સાથે જ પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે તે માટે આગળની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન માજી સૈનિકોએ પોતાના પ્રશ્નો અંગે સરકાર અને તંત્ર સમક્ષ રજૂઆત કરવાની સાથે સ્પષ્ટ ચીમકી પણ આપી હતી. જો તેમના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર લડત અને આંદોલન માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે, તેવી માજી સૈનિકોએ ચેતવણી ઉચ્ચારી છે.

માજી સૈનિકો અને વીર નારીઓના પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે અને તેમને મળવાપાત્ર હક તથા સવલતોનો યોગ્ય લાભ મળે તેવી માંગ બેઠકમાં ઉઠાવવામાં આવી હતી.