Arvalli Shamlaji Mandir : દેવ દિવાળીએ શામળાજી ધામમાં શ્રદ્ધાનું ઘોડાપૂર, નાગધરા કુંડમાં પિતૃ તર્પણની વિધી કરાઈ


Arvalli Shamlaji Mandir વહેલી સવારથી શામળાજી મંદિરમાં ભક્તોની લાંબી કતારો
Arvalli Shamlaji Mandir : દેવ દિવાળીએ શામળાજી ધામમાં શ્રદ્ધાનું ઘોડાપૂર, નાગધરા કુંડમાં પિતૃ તર્પણની વિધી કરાઈ


Arvalli Shamlaji Mandir વહેલી સવારથી શામળાજી મંદિરમાં ભક્તોની લાંબી કતારો
Arvalli Shamlaji Mandir : વહેલી સવારથી જ ભગવાન દેવ ગદાધર શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કાર્તિકી પૂનમના મેળામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત આસપાસનાં વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.
કાર્તિકી પૂર્ણિમાને ભગવાનની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભગવાન શામળિયાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
સાંજે ભગવાન શામળિયાનું ચાંદીનું મેરાયું પ્રગટાવાશે
મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાન શામળિયાની મૂર્તિને સોળે શણગારથી શણગારવામાં આવી હતી અને પંચામૃત દ્વારા વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. ભક્તોએ મંગળા આરતીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંગળા આરતી બાદ શણગાર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે ભગવાન શામળિયાનું ચાંદીનું મેરાયું પ્રગટાવવાની પણ પરંપરા છે.
બીજી તરફ શામળાજી નજીક મેશ્વો નદીના કિનારે આવેલા નાગધરા કુંડ ખાતે પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. કાર્તિકી પૂર્ણિમાના દિવસે આ કુંડમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ અહીં સ્નાન કર્યું હતું. અનેક લોકોએ પોતાના પિતૃઓના મોક્ષની માન્યતા સાથે તર્પણ વિધિ કરાવી હતી. કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા પિતૃઓનાં અસ્થિ પણ નાગધરા કુંડમાં પધરાવવામાં આવ્યા હતા.
મેળાને લઈ પોલીસનો વિશેષ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા ગોઠવાઈ
નાગધરા કુંડ સાથે જોડાયેલી એવી લોકમાન્યતા પણ છે કે અહીં સ્નાન કરવાથી ભૂત-પ્રેત કે વળગાડ જેવી સમસ્યાઓ દૂર થાય છે. આ માન્યતાને કારણે પણ મોટી સંખ્યામાં લોકો કુંડ ખાતે સ્નાન કરવા પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ પોતાની આસ્થા અનુસાર ધાર્મિક વિધિઓ કરી હતી. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટવાના કારણે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ અલગ પોઇન્ટ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
મંદિર પરિસરમાં પણ શાંતિપૂર્ણ દર્શન થાય તે માટે પોલીસ અને મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ, કાર્તિકી પૂર્ણિમા અને દેવ દિવાળીના પર્વે શામળાજી ધામમાં દર્શન, આરતી, નાગધરા કુંડમાં સ્નાન અને પિતૃ તર્પણ સાથે શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો : Gujarat Latest News Live : અમદાવાદમાં બે સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ




